જનતા દળ – યુના નાયબ પ્રમુખ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીના મુદા પર અવાજ ઉઠાવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રશંસા પણ કરી હતી. મુખ્યમંત્રી નિતિશ કુમારને નાગરિકતા કાયદા સામે વિરોધ કરવા કહ્યું હતું. હવે નિતિશથી વિરોધમાં જઈને નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.
કિશોર ગુજરાતમાં 2009માં હતા ત્યારથી 2014 સુધી નરેન્દ્ર મોદી સાથે રહ્યાં હતા. મોદીના તેઓ ખાસ મિત્ર છે.
નાગરિકતા કાનુનને લઈને પ્રશાંતે હવે નવા ટ્વિટર કર્યા છે. પોતાના ટ્વિટર માં પીકેએ કહ્યું છે કે, તેઓ કોંગ્રેસના નેતૃત્વને અભિનંદન આપે છે. સ્પષ્ટ રીતે સીએએ અને એનઆરસીને અસ્વીકાર કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા અભિનંદનને પાત્ર છે. પ્રશાંતે દાવો કર્યો હતો કે, બિહારમાં સીએએ અને એનઆરસીને લાગુ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે, તેઓ તમામને ખાતરી આપવા માંગે છે.
https://twitter.com/PrashantKishor/status/1216209842521526272 અલગ દેશના આત્માને બચાવવાની જવાબદારી હવે ૧૬ બિન ભાજપ શાસિત રાજ્યોની જવાબદારી છે. આ રાજ્યોએ કાનુન ન લાગુ કરવાની જરૂર છે. ત્રણ મુખ્યમંત્રી નાગરિક સુધારા બીલ અને એનઆરસીનો વિરોધ કરી ચુક્યા છે. બાકીના મુખ્યમંત્રી આના ઉપર પોતાનું વલણ સ્પષ્ટ કરે તે જરૂરી છે.
પ્રશાંતે કિશોરે આ પહેલા સંસદના બંને ગૃહમાં બિલને સમર્થનને આપવા બદલ જેડીયુનો વિરોધ કર્યો હતો. ટ્વિટર માં પ્રશાંતે કહ્યું હતું કે, નાગરિક બિલ નાગરિકતા આપે છે પરંતુ એનઆરસીની સાથે મળીને ધર્મના આધાર પર લોકોની સાથે ભેદભાવ કરવામાં આવનાર છે. તેમની સામે કેસ ચલાવવા માટે એક ઘાતક હથિયાર પણ આવશે.