નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડી વાળા નેતાને પક્ષમાં લીધા

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat

ગાંધીનગર, 2 માર્ચ 2021

આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હવે આમ આદમી પક્ષમાં પટલી મારીને આવી ગયા છે.

દિલ્હીથી સુરત આવેલા કેજરીવાલે તેના ચૂંટાયેલા નગરપેવકોને નૈતિકતા શિખવી હતી. તેઓ દિલ્હી પહોંચે તેની સાથે જ સુરતમાં સેક્સ સીટી વાળા નેતાને પક્ષમાં લઈ લીધા. કોંગ્રેસ છોડીને દિનેશ કાછડિયા હવે આમ આદમી પક્ષમાં આવી ગયા છે. દિનેશ કાછડિયા જાગૃત્ત નગર સેવક રહ્યાં છે. તેના આંદોલનોથી ભાજપના નેતાઓ થરથર કાંપતા હતા. હવે તેઓ કોંગ્રેસ છોડીને આપમાં પટલી મારી ગયા છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના બોર્ડ નંબર-5ના 2021માં હારી ગયેલા ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશના મંત્રી દિનેશ કાછડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિનેશ કાછડીયા ખૂબ જ સક્રિય કોર્પોરેટર તરીકે કોર્પોરેશનમાં કોંગ્રેસ તરફથી ભૂમિકા ભજવી હતી. કારમી હાર થયા બાદ તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 120 માંથી કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી. કોંગ્રેસના આ નાલેશી ભર્યા પ્રદર્શન બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધુ મોટી થઇ રહી છે. કોંગ્રેસ પક્ષે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

દિનેશ કાછડીયા કહ્યું કે, હું પક્ષના કોઈ નેતાથી નારાજ નથી. જન સેવા કરી શકું તેથી આમ આદમી પક્ષને પસંદ કર્યો છે.

15 વર્ષથી કોંગ્રેસમાં હતા. એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો. કોંગ્રેસ સાથે કોઈ દગો નથી કર્યો. કોંગ્રેસે વિધાનસભાની ટીકિટ આપી હતી. અધુરા સ્વપ્ન પૂરા કરવા છે.

કાછડિયાની સેક્સ સીટી 

8 ડિસેમ્બર 2017માં સુરત કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે મતદાનના એક દિવસ પહેલા તેમની સેક્સ સીડી બહાર આવી હતી. દિનેશ કાછડિયાની કથિત સેક્સ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

સુરત પાટીદારોના ગઢ ગણાતા એવા સુરત ઉતર વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવારની કથિત કામલીલાની ક્લિપ વાઈરલ થઈ હતી. યુવતી જાતે જ વીડિયો રેકોર્ડ કરી રહી છે.

આ વીડિયોમાં દિનેશ કાછડિયા એક મહિલા સાથે કોઈ બંગલામાં જોવા મળી રહ્યા છે. તે મહિલા જાતે જ કોઈ વીડિયો જોઈ રહી હતી, તે દરમિયાન સ્પાઈ એપ્લિકેશન દ્વારા આ વીડિયો રેકોર્ડ કરવામાં આવતો હતો. 5-5 મિનિટની બે ક્લિપમાં દિનેશ કાછડિયા અને યુવતી આપતિજનક સ્થિતિમાં હતા.

વીડિયો યૂ ટયૂબ ઉપરથી ડિલીટ મારી દેવાયા હતા અને તેના થોડા સમયમાં જ આ સેકસ સીડી અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર ફરતી થઈ ગઈ હતી. દિનેશ કાછડિયાએ પત્ની અને પુત્રવધૂ સાથે સપરિવાર હાજર થઈને તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારની વિરોધીઓ દ્વારા હરકત કરાઈ હોવાનું જણાવ્યું હતું.

દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે જે વિડિયો ક્લીપ તેમના નામથી ફરતી થઇ છે તેમાં તેમનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો છે આવી કોઇ ગતિવીધી સાથે તેઓ સંકળાયેલા નથી. તેમને રાજકીય નુકશાન પહોંચાવા માટેનું આ કાવતરૃ છે, પોલીસ ફરિયાદ કરીશ.

કોર્પોરેટર દિનેશ કાછડિયાના કથિત સેક્સ કૌભાંડમાં સંડોવણી હોવાનું ક્રાઇમ બ્રાંચે 7 મહિના પછી પોલીસ ક્રાઇમ બ્રાંચના પીઆઇ. પી.એલ. ચૌધરી યુવતીનું નિવેદન પણ લીધું હતું.

ડિસેમ્બર 2017માં કોર્પોરેટર દિનેશ કાછડિયાએ એક ટોળકી સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જે લોકોની સંડોવણી તેને પોલીસે પકડી પાડ્યા હતા. આ યુવતીનું ફરિયાદમાં આરોપી તરીકે નામ ન હતું. પોલીસની તપાસ દરમિયાન કોઈ પણ એક આરોપીના નિવેદનમાં આ યુવતીનું નામ ખુલ્યું હતુ. 6 મહિના પછી યુવતિનું નિવેદન લીધું હતું.

આ પીડિતાએ જયંતી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી તે ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી હતી.

80 કરોડનું શંકાસ્પદ ખર્ચ

તાપી નદીમાં ઝડપથી ફેલાતી જલકુંભી નામની વનસ્પતિને દૂર કરવા માટે રૂ.80 કરોડનું શંકાસ્પદ ખર્ચ ભાજપના નેતાઓએ કર્યું ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા ધરણા પર બેઠાં હતાં.

સીટી બસમાં ખાયકી

સીટી બસ સેવામાં ગંભીર પ્રકારની ખાયકી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ બી.આર.ટી.એસ.બસ સેવાના ઇજારેદાર કંપની સીટીલીંકને શંકાના દાયરામાં મૂકી દીધી હતી. કંડકટરો દ્વારા ભાડાની રકમ ચાઉં કરી જવાનું મોટું કૌભાંડ તેમણે જાહેર કર્યું હતું.

હાર્દિક પટેલે સુરતના સરદાર ફાર્મમાં ખાનગી મીટિંગ બોલાવી હતી. આગામી સમયમાં કોંગ્રેસ પ્રમુખ પાટીદાર જ હોવો પડે તે અંગે ચર્ચાઓ થઈ હતી. જો આવું ન બને તો અન્ય વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ને પણ પાટીદાર આંદોલનના નેતાઓ જોઈ રહ્યા છે. એવી ચર્ચા કેટલાંક આગેવાનોએ કરી હતી. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.

કોંગ્રેસના નેતાઓ જેવા કે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, મધુસુદન મિસ્ત્રી, હિંમતસિંહ પટેલ, શૈલેશ પરમાર, કદીર પીરઝાદા, વિરજી ઠુમર, સાગર રાયકા, સોનલ પટેલ ને હાર્દિક પટેલ નથી ગમતા તે સુરતની ટિકિટ ફાળવણીમાં થયેલી ગોલમાલ દરમ્યાન જાહેર થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલના સમર્થકોની ટિકિટ કાપવામાં ઉપરોક્ત નેતાઓ જ વિલન બન્યા હતા. આ બાબતે હાર્દિકે પોતાને કોંગ્રેસના જુના જોગીઓ અવગણે છે તેવું નિવેદન પણ આપ્યું હતું.