ગાંધીનગર- ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવેલા વેરા ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં ચૂકવવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના વિકાસ માટે મળતી રકમ ખૂબ ઓછી હોય છે. આમ ગુજરાતના પનોતાપૂત્રએ જ ગુજરાત માતાને લાફો મારીને અન્યાય કર્યો છે. ભાજપ હવે ચૂપ છે અને કોંગ્રેસ મૌન ધારણ કરી લીધું છે. પ્રજા મોંઘવાની અને મંદીમાં પીસાઈ રહી છે અને બન્ને સરકારો ભારે વેરા નાંખીને પ્રજા પાસેથી પૈસા ખંખેરી રહી છે.
5 વર્ષનો હિસાબ ગુજરાતે કેન્દ્ર માટે પાંચ વર્ષમાં 2.90 કરોડ ટેક્સ ઉઘરાવ્યો, પાછા મળ્યા 66 હજાર છે. ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારે જાહેર કરેલી વિગતો અહીં આપવામાં આવી છે.
6 વર્ષનો હિસાબ -રૂપાણીએ મોદીને આપ્યા – રૂ.451892 (4.50 લાખ કરોડ), 6 વર્ષમાં મોદીને પરત કર્યા – 85,186 માત્ર. આમ મોદીએ ગુજરાતને માંડ 20 ટકા પૈસા પરત કર્યા છે. જ્યારે પોતાની સરકાર પાસે 80 ટકા રૂપિયા રાખી લીધા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકારે કેન્દ્રને આપવા માટે લોકો પાસેથી 2.90 લાખ કરોડ રૂપિયા વિવિધ વેરા પેટે ઉઘરાવ્યા છે જેની સામે ગુજરાતને વિકાસના કામો માટે માત્ર 66,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના વેરામાંથી ગુજરાતને વર્ષોથી અન્યાય થતો આવે છે. કેન્દ્રમાં યુપીએની સરકાર હોય કે એનડીએની સરકાર હોય, ગુજરાતને કોઇ ફરક પડતો નથી. કેન્દ્રીય કરવેરા પેટે ઉઘરાવેલા રૂપિયામાંથી નિયત કરેલી ટકાવારી ગુજરાતને પાછી આપવાની હોય છે, કારણ કે ગુજરાતના વિવિધ પ્રકારના વેરામાં કેન્દ્રીય વેરાનો મોટો હિસ્સો જોવા મળે છે.
નાણાકીય વર્ષ ગુજરાતમાંથી ઉઘરાવેલો કર (કરોડમાં)
2013-14 66074.30
2014-15 71636.16
2015-16 78339.85
2016-17 83278.10
2017-18 92331.70
2018-19 50231.71
કુલ 6 વર્ષમાં રૂપાણીએ મોદીને આપ્યા – રૂ.451892 (4.50 લાખ કરોડ)
નાણાકીય વર્ષ કેન્દ્રએ પાછા આપ્યા (કરોડમાં)
2013-14 9701.95
2014-15 10296.26
2015-16 15679.02
2016-17 18835.34
2017-18 20782.29
2018-19 9891.66
6 વર્ષમાં મોદીને પરત કર્યા – 85,186
છેલ્લા વર્ષ 2018-19માં ગુજરાત સરકારે લોકો પાસેથી કેન્દ્રીય કરવેરા પેટે 50231.71 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. આ રકમ માત્ર સપ્ટેમ્બર 2018 સુધીની છે જેની સામે કેન્દ્ર સરકારે ગુજરાતને 9891.66 કરોડ રૂપિયા પાછા આપ્યા છે.