વડનગર રેલવે સ્ટેશન પર ત્યારે એક ટ્રેન આવતી જતી હતી. ત્યારે દામોદરદાસ સાથે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે કીટલી લઈને ચા વેચવા જતાં હતા તે આ ઘટનાને લઈને મંગેશ હદાવલે નિર્દેશિત શોર્ટ ફિલ્મ બની છે. ફિલ્મમાં ચા વેચતા મોદીના નાનપણની ભૂમિકા મૂળ મોડાસા તાલુકાના સરડોઈ ગામના બાળક ધૈર્ય દરજીએ કર્યો છે. 12 વર્ષનો ધૈર્ય 7માં ધોરણમાં ભણે કરે છે. ધૈર્યનું પરિવાર વર્ષોથી મુંબઈમાં જ રહે છે. વડનગરમાંથી ચાની કીટલી નીચે સળગતાં કોલસા ભરીને રેલવે સ્ટેશને તેમના પિતા ચા લાવતાં હતી તે સ્ટેશન પર શૂટિંગ કરવામાં આવ્યું છે. ચા વેચવાની બાબત સૌ પ્રથમ અમદાવાદના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં અહેવાલ છપાયો હતો.
કેટલી સાચી વાત
32 મિનિટની આ ફિલ્મમાં ચા વેચવા ઉપરાંત મોદીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપનાર કઈ ઘટના હતી તે બાબત પટકથામાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં બાળકના પાત્રનું નામ ‘નારુ’ છે. જોકે કથામાં વાસ્તવિકતા ઓછી છે પણ કથા વધારે જોવા મળે છે. વડનગર રેલ્વે સ્ટેશને એક જ ટ્રેન આવતી જતી હતી. તેથી બહું ઓછા મુસાફરો ઉતરતા અને ચઢતાં હતા. દામોદરદાસ મોદીને પોતાની એક નાની દુકાન હતી. જ્યાં ચા બનાવીને સ્ટેશને લઈ જતાં હતા. ચા ઠરી ન જાય તે માટે કિટલીની નીચે કોલસા સળગાવીને રાખતાં હતા. સ્ટેશન પર દામોદરદાસ પોતે ચાના કપ કે રકાબીમાં ચા આપતાં હતા. નરેન્દ્ર મોદીને જ્યારે શાળા ન હોય ત્યારે તે આ ચા રકાબી ભેગા કરવાનું કામ કરીને તે ધોતા હતા. આ વાત નરેન્દ્ર મોદીનું પુસ્તક લખી રહેલાં ડો.મફતભાઈ પટેલને મોદીએ પોતે કહી હતી. પછી આ પુસ્તક અચાનક ન છાપવાનું મોદીનું ફરમાન આવ્યું હતું. જે અંગેની નાની સ્ટોરી ટાઈમ્સઓફ ઈન્ડિયામાં પહેલાં પાને અમદાવાદ આવૃત્તિમા છપાઈ હતી. તે સમયે ભરત દેસાઈ હતા.
રાષ્ટપતિએ કર્યું ધૈર્યનું સન્માન
ફિલ્મના ટ્રેલર પરથી લાગે છે કે, ધૈર્યએ સારો અભિનય કર્યો છે. ફિલ્મનું 24 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનમાં આ રીતે ફિલ્મ બતાવવામાં આવતી નથી. પણ નરું એટલે કે નમોની ફિલ્મ હોવાથી તે સ્ક્રિનિંગમાં કેન્દ્રીય મંત્રીઓ એવા જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ, અનંત કુમાર, રામ વિલાસ પાસવાનથી લઈને પિયુષ ગોયલ સહિત અનેક લોકો હાજર હતા. ફિલ્મ જોયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધૈર્ય દરજીને તુરંત મેડલ આપી સન્માનિત કર્યો હતો. તેમજ ટ્વિટર પર પણ શુભકામના પાઠવી હતી. આ ફિલ્મ 29 જુલાઇ રાત્રે 9 વાગ્યે ડિજીટલ પ્લેટફોર્મ હૉટસ્ટાર પર રિલીઝ થતાં તે જોઈ શકાશે.
