નવી દિલ્હી, 29-01-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી બિલ, 2019 માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચસીસી) એક્ટ, 1973 માટે રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓને મંજૂરી આપી હતી. અત્યારે આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે.
આ સુધારાઓ:
• હોમિયોપેથી શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓની ખાતરી આપે છે.
• સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા કરવા માટે પારદર્શકતા અને જવાબદારીની ખાતરી આપે છે. આ કમિશન દેશના સમગ્ર હિસ્સાઓમાં પરવડે તેવી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધીને પ્રોત્સાહન આપશે.
પૂર્વભૂમિકા:
હોમીયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચસીસી) એક્ટ, 1973 એ સેન્ટ્રલ રજીસ્ટર ઓફ હોમીયોપથી અને તેને સંલગ્ન બાબતોની જાળવણી માટેના સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમીયોપથી ફોર રેગ્યુલેશન ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટીસની સ્થાપના માટે ઘડવામાં આવ્યો હતો. આ કાયદો ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956ની તર્જ પર તૈયાર કરવામાં આવ્યો હતો. તેના કાર્યો, બંધારણ, નિયમન કરતી શક્તિઓ એ મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા મુજબની છે. અ કાયદો હોમીયોપથીમાં મેડીકલ શિક્ષણ અને તેની પ્રેક્ટીસના વિકાસ માટે એક મજબુત પાયો પૂરો પાડે છે પરંતુ આ કાઉન્સિલના અમલીકરણમાં ઘણા અવરોધો અનુભવવામાં આવ્યા છે જેના કારણે મેડીકલ શિક્ષણમાં અને સાથે સાથે હોમીયોપથીની આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં અનેક ગંભીર હાનિકારક અસરો ઉત્પન્ન થઇ હતી.