મોદી – શાહે ગુજરાતનું નામ કલંકિત કર્યું, છાતી પર ચઢીને હરાવીશું – જિજ્ઞેશ

26 જાન્યુઆરી 2020ના દિવસે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં શાહીનબાગ છાવણી ખાતે આક્રમક ભાષણ આપ્યું હતું. તેની દેશભરમાં ચર્ચા છે. આ ભાષણના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે.
મોદીની છાતી પર ચઢીને ભાજપની ઘરવાપસી ગુજરાતમાં કરાવીશું. 26 જાન્યુઆરીએ તેમણે મુખ્ય મહેમાન તરીકે બ્રાઝીલના એ નેતાને બનાવ્યા તેણે બળાત્કાર અંગે એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ છે નાગપુરના અસલી સંસ્કાર. મોદી હવે તું ભાગ ભાગ. ભાજપ દિલ્હી પણ હારશે, બિહાર પણ હારશે અને ગુજરાત પણ હાજરશે. તેની છાતી પર ચઢીને અમે હરાવીશું.
મોદીના લગ્ન ન થયા હોવાનું કહે છે પણ તેની આગળ જૂઠ છે અને પાછળ પણ જૂઠ છે. ઉપર અને નીચે જૂઠ છે. પોતાની માતાને મળવા માટે મોદી ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને પછી ટીવી કેમેરાને સાથે લઈને મળવા જાય છે. નોટબંધી ઠીક કામ છે તે પોતાની માંનો ન થયા તે કોઈના ન થઈ શકે. પોતાની માંને લાઈનમાં ઊભા કરી દે છે. જે પોતાની માંનો નથી થયો તે દેશની માતાઓનો ક્યારેય નહીં થાય.

દેશ આઝાદ કરાવનારાઓનું સપનું હતું કે, દેશના સાચા નાગરિક શ્રમીક હોય અંબાણી કે અદાણી નહીં. 63 લોકો પાસે ભારત સરકારના અંદાજપત્ર કરતાં પણ વધું પૈસા થઈ ગયા છે. ગુજરાત મોડેલ ધોખા ઘડી, ફરજી મુઠભેડ, કોર્પોરેટ લૂંટ સિવાય કંઈ નથી. આજે 119 લોકો છે જે બધા મોદીના મિત્રો છે. એ 119 ચોરો પાસે 36 લાખ કરોડ રૂપિયા છે. બીજી બાજું દેશની 119 કરોડ જનતા છે, જેમાં 40 ટકા લોકો પાસે બે ટંકનું ખાવાનું પણ નથી.
મોદી જૂઠ બોલવા સિવાય કંઈ કરી શકતા નથી. ગુજરાતમાં 25 વર્ષમાં તેમણે કંઈ નથી કર્યું. મોદીને કંઈ આવડતું નથી. સિવાય જૂઠ. મોદી જૂઠના શોદાગર છે.
દિલ્હીમાં અને ગુજરાતમાં શું વિકાસ થયો છે તેની જાહેરમાં મારી સાથે ભાજપના નેતાઓ ચર્ચા કરે દિલ્હીમાં તેની ચર્ચા કરવા હું તૈયાર છું. બળાત્કાર કરીને કૌશરબી ને એનેસ્થેસિયાનું ઈન્જેકસ્ન આપીને કઈ રીતે મારી નાંખી હતી તેની ચર્ચા કરો. તેને કોણે સળગાવી દીધી હતી. ઈશરત જહાંનું બનાવટી મુઠભેડ કોણે કર્યું તેની ચર્ચા કરો. ગુજરાતમાં 40 ટકા બાળતો કુપોષિત કેમ છે તેની ચર્ચા કરો. ચાલો ચર્ચા કરો કે જસ્ટીસ લોહિયાની હત્યા કોણે કરાવી હતી. ગરીબ લોકોને રોટી જોઈએ છે કે સવા લાખ કરોડની બુલેટ ટ્રેન જોઈએ છે ?
ચર્ચા કરો કે 1 ટકા લોકો પાસે દેશની જનતાની કુલ સંપતીના 70 ટકા કેમ છે. તમારા જય શાહના ખિસ્સામાં કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તેની ચર્ચા કરો.
આજે ભારત સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી વધું સંકટની ઘડીમાં છે. આવા કાળા દિવસો અગાઉ ક્યારેય જોવા નથી મળ્યા. અમે પણ ક્યારેય વિચાર્યું ન હતું કે ગુજરાતના આ બે ગુજરાતી લોકો ગુજરાતને આટલું કલંકીત કરશે.
શિક્ષણ, પાણી અને આરોગ્ય મફત આપી શકે એવી સરકાર અમારે જોઈએ છે.
મોદી દેશના અસલી મુદ્દાઓને બીજી બાજુ ભટકાવવા માટે બીજા મુદ્દા ઊભા કરે છે. પણ હવે આપણે પણ અસલી મુદ્દા માટે આગળ આવીને રસ્તા પર આવવું પડશે. આજે 50-60 લાખ લોકો રસ્તા પર નાગરિકતા કાયદા માટે ઉતરી આવ્યા છે. તેમ જ એવું કહેવા ઉતરવું પડશે કે 5 કરોડ લોકોને રોજગાર આપો નહીંતર ખૂરશી ખાલી કરો.