[:gj]અંદરની વાત – મોદીએ મુકેશ અંબાણીને રેડ્ડી પાસે મોકલીને નથવાણીને આંધ્રની ટિકિટ અપાવી[:]

Inside point - Modi sends Mukesh Ambani to Reddy and gives Nathwani ticket to Andhra

[:gj]દિલીપ પટેલ

ગાંધીનગર, 7 માર્ચ 2020

રીલાયન્સના પરિમલ નથવાણીનું રાજ્યસભાના સાંસદનું પદ 9 એપ્રિલ 2020માં પૂરું થાય છે. તેઓ  ઝારખંડ છોડીને આંધ્ર પ્રદેશ સુધી કેમ જવું પડ્યું તે અંગે અંદરની વિગતો જાણવા મળી છે.

પહેલાં તો ઝાડખંડ રાજ્યમાં હવે ભાજપની સરકાર નથી. ભાજપે પરિમલ નથવાણીને ચૂંટીને મોકલતો રહ્યો હતો. કોંગ્રેસ સાથે નથવાણીએ સમજૂતી કરવા માટે પ્રયાસ કર્યો હતો પણ તેમાં કોંગ્રેસ સહમત થઈ નથી તેથી નથવાણી કોઈ પણ રીતે સાંસદ બનવા માંગતા હોવાથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ કરવા માટે કહ્યું હતું. મોદી ઉદ્યોગપતિઓને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે.

આંધ્ર પ્રદેશની બેઠક પરથી નથવાણીને ચૂંટાવાં માંગતા હતા. પણ રેડ્ડી મચક આપતાં ન હતા. જો મુકેશ અંબાણી કહે તો જ નથવાણીને આધ્રથી ટિકિટ મળી શકે તેમ હતી. તેથી પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહીને મુકેશ અંબાણી રેડ્ડીને મળીને નથવાણી માટે વિનંતી કરે એવું કહ્યું હોવાનું સૂત્ર કહી રહ્યાં છે.

મોદીના કહેવાથી અંબાણીએ સામેથી જવું પડ્યું

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અને પરિમલ નથવાણી અમરાવતીમાં જગનમોહન રેડ્ડીને સામે ચાલીને આમંત્રણ વગર તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને બંધબારણે બેઠક ચાલી હતી. જેમાં પરિમલ નથવાણીને રાજ્ય સભાની બેઠક માટે ટિકિટ આપવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ હવે નથવાણી આંધ્રથી રાજ્યસભાના સભ્ય બને તેમ છે.

મુકેશ રાજકારણ ઈચ્છતા નથી

મુકેશ અંબાણી રિલાયંસ માટે ક્યારેય ગુજરાતના મુખ્ય પ્રધાનને કે કોઈ મુખ્ય પ્રધાનને મોટા ભાગે ગયા નથી. તેઓ પોતાની ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ વ્યક્ત રાજકારણમાં સીધા જાય એવું ક્યારેય ઈચ્છતાં નથી. પણ પરિમલના કારણે તેમણે આંધ્રના મુખ્ય પ્રધાનને મળવા માટે જવું પડ્યું છે. જેમા કેટલાંક પ્રોજેક્ટની પણ સ્વાભાવિક વાત થઈ હોઈ શકે છે. શું ડિલ લઈ તે કોઈ જાણતું નથી.

નથવાણી બે વખત ભાજપના મતથી ચૂંટાયા

પરિમલ નથવાણી 2008 અને 2014માં ઝારખંડથી ભાજપના ધારાસભ્યોના મતથી અપક્ષ ચૂંટાયા હતા. પણ હવે તેમને મોદી મદદ કરી શકે તેમ નથી. કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે. નથવાણી એપ્રિલમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. તેઓ કોઈ પણ ભોગે સાંસદ બનવા માંગે છે.

નથવાણીની હવે નાદુરસ્ત તબિયત રહે છે. તેથી એવું માનવામાં આવતું હતું કે તેઓ ભાજપના ટેકા વાળું રાજકારણ છોડી દેશે. પણ એવું થયું નહીં.

અમિત શાહ સાથે બનતું નથી

પરિમલ નથવાણીને મોદી સાથે સારા સંબંધો છે, અમિત શાહ સાથે તેમને સહેજે બનતું નથી. બન્ને વચ્ચે જૂનો ખટરાગ ચાલતો આવ્યો છે. શું છે તે કોઈ જાણતું નથી. અમિત શાહે જેમને મુખ્ય પ્રધાન બનાવ્યા એવા કહ્યાગરા વિજય રૂપાણીની સરકાર સામે હમણાં જ નથવાણીએ ટીકા કરી હતી.

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ સામે રોષ ઠાલવ્યો હતો, પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરદારનગરમાં દિવસે દિવસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, અહીં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે.

આમ, CM વિજય રૂપાણી અને પ્રદિપસિંહની કામગીરી સામે સવાલ ઊભા કર્યા હતા. અમદાવાદના સરદારનગરમાં આ તો કેવી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ છે, ઉઘરાણી કરવા ગયેલા નરેશ શર્મા નામના VHPના સિનિયર કાર્યકર્તા અને વેપારીને ગુંડાતત્વોએ માર માર્યો, જાહેરમાં તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો, તેની કારમાં તોડફોડ કરી અને પોલીસ હજુ સુધી ચૂપ બેઠી છે.

ગુજરાતમાંથી કેમ નહીં

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક ખાલી થાય છે. તેમાંથી પરિમલ જઈ શક્યા હોત. પણ ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેએ તેમને ગુજરાતથી દૂર રાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથવાણીને ગુજરાતમાંથી ક્યારેય મોકલવા તૈયાર થયા નથી. મોદી જાહેરમાં નથવાણીને દૂરી રાખતા આવ્યા છે, ખાનગીમાં મદદ કરે છે. પણ ગુજરાતમાંથી પરિમલ નથવાણીને ટિકિટ આપવામાં આવી નથી. જેની પાછળ ભાજપના નેતાઓ છે.

ધીરુભાઈના વિશ્વાસુ

પરિમલ નાથવાણી મુકેશ અંબાણીની કોર ટીમમાં સામેલ છે. ધીરુભાઈના વિશ્વાસુ ગણાતા પરિમલ નાથવાણીને વર્ષ 2016માં કૉર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જામનગરમાં રીફાઈનરી બનાવી ધીરુભાઈ અંબાણીનું સ્વપ્ન પૂરું કરવાનો ફાળો પરિમલ નાથવાણીને જાય છે. દ્વારકા અને નાથદ્વારા જેવા મંદિરોના બોર્ડમાં છે.

શ્રેષ્ઠ સાંસદ

નથવાણીએ રાજ્યસભામાં દેશ અને ગુજરાતને લગતા લેખિતમાં પ્રશ્નો પૂછીને ઘણી માહિતી તેઓ કઢાવતાં રહ્યાં છે. અનેક પ્રશ્નોનો ઉકેલ તેઓ લાવ્યા છે. તેની સાથે દિલ્હીમાં અનેક રાજકીય નેતાઓને મળતાં રહે છે.

 [:]