2011ની વસતી ગણતરીના પુરા ડેટા હજું સેન્સસ ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યા નથી ત્યાં હવે 2021ની વસતી ગણતરી 10 વર્ષ પછી શરૂં થશે. ગયા વર્ષે ગુજરાતમમાં ઘણા અખતરા કરેલા તે વિફળ રહ્યાં હતા. ગુજરાતમાં દેશમાં સૌથી મોબાઈલ ફોન હોવાથી હવે વસતી ગણતરીનું કામ મોબાઈલ એપથી કરવાનું નક્કી કર્યું છે.
ટેકલોલોજીનો આ સારો ઉપયોગ છે. જે ડેટાનું એનાલીસીસ કરતાં અને ડેટા એન્ટ્રી કરતાં વર્ષો નિકળી જાય છે તે દિવસોમાં થઈ જશે. અત્યંત ઝડપી આંકડા મળતાં દેશના લોકો માટે શું કરવાની જરૂર છે તે તુરંત જાણી શકાશે. લોકોના કલ્યાણ માટે તે શ્રેષ્ટ રસ્તો છે. પણ ડેટાને મોબાઈલ એપમાં રજૂ કરતી વખતે છેડછાડ થઈ શકે છે. જો તેમ થાય તો દેશના લોકોની વિગતો સાચી મળવાના બદલે સરકારે જે ધારે તે વિગતો જાહેર કરીને દેશને અત્યંત સુખી જાહેર કરી શકે છે. દાખલા તરીકે કેટલાં લોકોને રહેવા માટે ઘર નથી, વીજળી નથી, શૌચાલય નથી, ગરીબ કેટલાં કુટુંબો છે. જે વિગતોની હકીકતો છૂપાવીને રાજનાતાઓ પોતાના સમયમાં શ્રેષ્ઠ કામ થયું છે એવું સાબિત કરી શકે છે.
આવો ભયાનક પ્લાન બનાવી શકાય છે.
વસતી ગણતરી કરવા આવતાં સરકારી કર્મચારીઓ પોતાની સાથે કાગળના પત્રો લાવશે નહીં. તેનો મતલબ કે બધું ડીજીટલ ડેટામાં કામ થશે. પેપર ફોર્મ નહીં પરંતુ મોબાઈલમાં ડેટા એન્ટ્રી સીધી કરશે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) અને જનગણના આયુક્ત એક મોબાઈલ એપ્લિકેશન પર કામ કરી રહ્યા છે. ડેટાને ઝડપી અને સરળરીતે એકત્ર કરવાની એક સરળ રીત છે. તેને કારણે પેપર પર ડેટા એકત્ર કર્યા બાદ તેની ઈલેક્ટ્રોનિક ડેટા-એન્ટ્રીઝની જરૂરિયાત નહીં રહેશે.
ભારતમાં જનગણનાના 140 વર્ષથી થઈ રહી છે. મોબાઈલ ફોન બે દાયકાથી આવ્યા છે. ડેટાને મોબાઈલ એપ દ્વારા કલેક્ટ કરવામાં આવશે. પેપર દ્વારા જનગણનાનો વિકલ્પ રહેશે, પરંતુ આ પ્રકારના ડેટાને ઈલેક્ટ્રોનિકરીતે જનગણના કરનાર વ્યક્તિએ પ્રસ્તુત કરવાના રહેશે.