મોરબી,તા.25
મોરબી જીલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે ત્યારે ત્યારે મોરબી તાલુકાના પીપળીયા ગામ થી આગળ આવેલ મહેન્ડ્રગઢ (ફાગસિયા), મેઘપર, દેરાળા સહિતના ગામોમાંથી નદીમાંથી રોયલ્ટી કે કોઈ લીઝ વિના મજૂરી વિના જ ખનીજચોરો દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હતી. જેથી રાત્રીના પીપળીયા ગામના સરપંચ અલ્પેશ કોઠીયા અને ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી કરી રેતી ભરીને પસાર થતા ત્રણ ડમ્પર પકડી પાડ્યા હતા. આ બાબતની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા મોરબી તાલુકા ઈન્ચાર્જ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતનો કાફલો પીપળીયા ગામે દોડી ગયો હતો રેતી ભરેલા ત્રણેય ડમ્પરને કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી .તેમજ ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે ખાણ ખનીજ ખાતાને રાત્રીના જાણ કરવામાં આવી હતી પરંતુ એક પણ અધિકારીએ ફોન રીસીવ કર્યો ન હતો.તેમજ ખાણ ખનીજ વિભાગ કડક પગલાં લે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામા આવી છે.