મોરબીને સસ્તો ગેસ નહીં મળે તો ટાઈલ્સના 30 ટકા કારખાના બંધ થશે

આંતરરાષ્ટ્રીય માર્કેટમા ક્રુડ તેમજ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ , એલપીજી ગેસના ભાવ ઘટ્યા તેમ છતા ગુજરાત ગેસ દ્વારા ભાવમા ઘટાડો કરવામાં આવ્યો નથી. મોરબી દરરોજના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે. મોઘા ભાવનો જ નેચરલ ગેસનો વપરાશ કરવાની ફરજ પડે છે.  મંદીના માહોલમાં ઉદ્યોગને સમયસર પેમેન્ટ પણ મળતા નથી. ગુજરાત સરકાર મધ્યસ્થી કરીને ગુજરાત ગેસમા ભાવ ઘટાડો કરાવે તો જ મોરબીનો સિરામીક ઉધોગ ટકી શકશે.  ભયંકર મંદીના કારણે એકાદ મહિનામા લગભગ ૩૦% ફેક્ટરીઓ બંધ થઇ જશે.

છેલ્લા એક મહીનાથી ગુજરાત ગેસ કંપની સાથે થયેલી બેઠકોમાં આશ્વાસન મળે છે કે પાંચ રૂપીયા થી દસ રૂપીયા જેટલો ઘટાડો થશે. ફકત ૧.૨૫ જેટલા ભાવ ઘટાડીને ગુજરાત ગેસ દ્વારા ઉધોગકારો સાથે મજાક કરી છે.  ૧.૨૫ રૂપીયા જેટલુ તો ગેસના સીવીમા પણ દર વખતે બીલ ઉચુ આવે છે એટલે ઉધોગકારોને કોઇ ફાયદો નથી. જેથી લુંટાતા હોય તેવો અહેસાસ થાય છે કારણકે ટેન્કર દ્વારા સપ્લાય થતા પ્રોપેન અને એલપીજીમા અત્યારે ગુજરાત ગેસ કરતા ૧૦ રૂપીયા ઓછા છે. મોરબી દરરોજના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે. રોજના અઢી કરોડ રૂપિયાની સીધી નુકશાની ઉધોગકારો ભોગવે છે.