મોરબીના સિરામિક ઉદ્યોગ ભાંગી રહ્યો છે. પર્યાવરણના પ્રશ્નોના કારણે પડેલા ફટકા બાદ હવે ગેસ કંપની દ્વારા પૂરતો ગેસ મળતો ન હોવાથી ટાઈલ્સના કારખાના બંધ થઈ રહ્યાં છે. થોડા દિવસોમાં 6 કારખાના બંધ થઈ ગયા છે. બીજા નવા કારખાના હવે મોરબીમાં નાંખવાના બદલે ખેડા જિલ્લામાં કે ઉત્તર ગુજરાત તરફ બનાવવામાં આવી રહ્યાં છે.
ટાઈલ્સની કંપનીઓને ગેસ કંપનીના કારણે પરેશાની વધી છે. અગાઉ પ્રેશર ડ્રોપ સમસ્યા હતી. ત્યારે પણ કરોડો રૂપિાનું નુકસાન થયું હતું. સિરામિક એકમમાં બીજી કિલનમાં ગેસ પુરવઠો ઓછો આપવામાં આવતો હોવાથી તેની સીધી અસર નિકાસ પર પડી રહી છે.
મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસના ચીફ એકઝીકયુંટીવ નીતિન પાટીલ સમક્ષ રજૂઆત કરી છે, કે સિરામિક ફેકટરીઓ પૈકીની 47 ફેકટરીમાં બે કિલન કાર્યરત છે, જેમાં એક કિલનની જરૂરિયાત મુજબ ગેસ સપ્લાય થવાથી ચાલુ છે. જયારે બીજી કિલન બંધ પડી છે. જે બીજી કિલન માટેની ગેસની જરૂરિયાત માટે ગેસ કંપનીને અરજી કરેલી છે. ગેસ સપ્લાય કરવામાં આવતો નથી. જેને પગલે કુલ 47 કંપની માંથી 6 કંપની બંધ છે. તે બંધ ફેક્ટરી અને અન્ય 41 કંપનીમાં બીજી કિલન ચાલુ કરવા માંગે છે. જેથી આ ફેકટરીઓને તાત્કાલિક ધોરણે જરૂરીયાત મુજબ ગેસ સપ્લાય કરવામાં આવે તેવી માંગ કરી છે.