મોરબી જિલ્લા પાંચાયત કોંગ્રેસમાં વારંવાર બળવો કેમ થાય છે  ?

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ

મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી એક વખત 10 જાન્યુઆરી 2019માં બળવો થયો છે. મોરબીમાં વારંવાર બળવો થઈ રહ્યો છે. બાંધકામ સમિતિમાં અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરીને અમુભાઈ હુંબલને અધ્યક્ષ તરીકે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં બગાવત કરનાર હેમાંગ રાવલને કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પૂર્વ પ્રમુખ ભરત સોલંકી અને હાલના પ્રમુખ અમિત ચાવડાની જાણમાં મોરબીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ મુદ્દો પ્રદેશ કોંગ્રેસમાં 10 જાન્યુઆરી 2019ના દિવસે પ્રદેશ કોંગ્રેસની કચેરીએ આખો દિવસ ચર્ચામાં રહ્યો હતો.

સિંચાઈ સમિતિમાં રૂ.20 કરોડના ભ્રષ્ટાચાર સંદર્ભે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પકડાયા હોવાથી કોંગ્રેસના કોઈ સભ્ય સિંચાઈ સમિતિનું સળગતું ઘર લેવા તૈયાર નથી. તેથી તેના કોઈ અધ્યક્ષ કે સભ્ય બનવા કૌઈ તૈયાર ન થતાં ખાલી રાખવામાં આવી છે. તેઓ બાગી સભ્યો સામે લગત આપતાં રહ્યા છે. સામાજિક ન્યાય સમિતિના પીંકુ ચૌહાણ અધ્યક્ષ બન્યા છે. બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ પદે પાસના આગેવાન નિરેશ એરવાડીયાના પત્ની રેખાબેનની વરણ કરવામાં આવી છે.

પેરિસ ઓફ ધ ઇસ્ટ- મોરબીમાં રાજકીય ભૂકંપ

મોરબી જિલ્લા પંચાયતમાં કૂલ 22 સભ્યોમાંથી 20 સભ્યો કોંગ્રેસ પાસે છે. ભાજપના માત્ર 2 સભ્યો ચૂંટાયા હતા. જેની અઢી વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 20 જૂન 2018ના રોજ થઈ હતી. જંગી બહુમતી હોવા છતાં બળવાનું રણશીંગુ ફૂંકાયું હતું. કોંગ્રેસનો આંતરિક કલહ તેને ખતમ કરી રહ્યો છે. મોરબી જિલ્લાના લોકોએ ભાજપને ભોંયભેગો કર્યો હતો. કોંગ્રેસ પ્રજાનો આદેશ માનવાના બદલે આંતરિક વિખવાદ કરીને એક બીજા જૂથ પછાડી દેવાની રાજનીતિ અપનાવી રહ્યાં છે. કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે મુકેશ ગામી અને ઉપપ્રમુખ તરીકે કિશોર ચીખલીયાને મેન્ડેટ આપ્યો હતો. તેમ છતાં કોંગ્રેસના ગલામ અમી પરાસરા અને હસમુખ મુછડીયા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરીને બળવો કર્યો હતો. કોંગ્રેસના 17 સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સોનલ જાકાસણિયાને પ્રમુખપદે નિયુકત કરાયા બાદ તેને અઢી વર્ષ પૂરા થતાં નવા પ્રમુખ ચૂંટવાના હતા. માટે સભ્યોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો તેમાં કુલ 22 કોંગ્રેસના સભ્યોમાંથી પોતાને 16 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવા સાથે વર્તમાન મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચીખલિયાએ પ્રમુખપદ માટેની દાવેદારી નોંધાવી હતી. તેની સામે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામીએ પણ ચાર સભ્યોના સમર્થન સાથે દાવેદારી કરી હતી. કિશોર ચિખલીયા કારોબારી સમિતિના અધ્યક્ષ હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો હતા. કારોબારીમાંથી હવે તેઓ પ્રમુખ બનવા માટે બળવો કર્યો હતો. તેમની સામે પણ ભરત સોલંકીએ કોઈ પગલાં ન લીધા ન હતા.

50 કરોડનો ભ્રષ્ટાચાર

1917 ઓગષ્ટના રોજ મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ દ્વારા ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે જિલ્લા પંચાયતની કારોબારીમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો ઘાટ સર્જાયો હતો.  મોરબી જિલ્લા પંચાયતના 8 સભ્યોએ તેમની પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર ચીખલીયા સહિત 14 સભ્યો સામે આરોપો મૂકીને કહ્યું હતું કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેના કારણે મોરબીઓ જિલ્લામાં કોંગ્રેસની છાપ ખરાબ થઇ રહી છે. આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી સામે પણ ધ્યાન દોરેલું હતું. પણ ભરત સોલંકી પણ ભ્રષ્ટાચારી નેતાઓ સામે કોઈ પગલાં ભર્યા ન હતા. તેનું રહસ્ય બધા જાણે છે. ગાંધીનગર અને આશ્રમ રોડ સુધી જમીનના નાણાં પહોંચાડવામાં આવતાં રહ્યાં હતા. કોંગ્રેસના વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા અહીં બળવાખોરોને કાયમ પ્રોત્સાહિત કરતાં આવ્યા છે. વાંકાનેત કોંગ્રેસના પ્રમુખ અને પંચાયતના સભ્ય હરદેવસિંહ જાડેજા પણ એટલા જ જવાબદાર છે. બળવાને હવા આપનાર જીવન કુંભાવાડિયા, અમુ હુંબલ સૌથી વધારે જવાબદાર છે. પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ કોઈ જ પગલાં લીધા ન હતા.

રૂ.14 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ

કોંગ્રેસના આઠ સભ્યોએ બંડ પોકારી જિલ્લા પંચાયતમાં બિનખેતી સહિતની બાબતોમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની લેખિત રજુઆત કરી હતી. તપાસ ની માંગ કરી હતી. બિનખેતીમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રીતસર બંડ પોકાર્યો છે. ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કોંગી સભ્યોએ સતાપરિવર્તનના અણસાર આપ્યા હતા.

બળવો

20 જૂન 2017માં કોંગ્રેસના 16 સભ્યોએ સભાખંડમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા પાસેથી વ્હીપ સ્વીકારવા ઈનકાર કર્યો હતો. બીજા ઉમેદવારને મત આપી પ્રમુખ બનાવ્યા હતાં. પ્રમુખ માટે મુકેશ ગામીને મેન્ડેટ અપાયો હતો. પણ કિશોર ચીખલિયાએ બળવો કરીને પ્રમુખ બની ગયા હતા. ઉપપ્રમુખ ગુલામ પરાસરાને ચૂંટયા હતાં. 6 સભ્યે જ મુકેશ ગામીને મત આપ્યાં હતાં.

નોટિસ

23 જૂને 16 બળવાખોર સભ્યોને પક્ષ દ્વારા કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. વ્હીપનો ઉલાળિયો કરી કારોબારી ચેરમેન કિશોર ચિખલીયાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા. તેમજ ઉપપ્રમુખ તરીકે પણ પોતાના જુથનાને જ ચૂંટયા હતા. નોટીસોના જવાબો મળ્યા બાદ પક્ષ દ્વારા આગળની કાર્યવાહી કરવી જોઈતી હતી પણ પક્ષને નુકસાન કરનારને પૂર્વ પ્રમુખ ભરત સોલંકીએ છાવર્યા હતા. મોરબીમાં જૂથવાદ ઊભો કરનાર ભરતસિંહ સોલંકી પોતે હતા. કારણ કે અહીં પાટીદારોનું પ્રભુત્વ છે અને તેઓ અહીં પાટીદારો મજબૂત બને તેવું ઈચ્છતાં ન હોવાથી કોંગ્રેસની ચંડાળ ચોકડીને સત્તા આપીને જમીન એન એ કરવાની જવાબદારી તેમને આપી હતી. તેથી કારોબારી અધ્યક્ષ અને પ્રમુખ પાસે ભ્રષ્ટાચારના નાણા રહેવાના બદલે આ ચંડાળ ચોકડી તેનો વહીવટ કરતી હતી.

બળવાખોર જૂથના પ્રમુખ કિશોર ચિખલીયાએ ત્યારે જાહેર કર્યું હતું કે,  નિર્ણયો વખતે સભ્યોનો અભિપ્રાય જાણવાની ક્યારેય તસ્દી લેવામાં આવતી નથી. સંગઠ્ઠન અને તેના આગેવાનો તેમની મનમાની ચલાવે છે. જે તીર ભરત સોલંકી તરફ તાકવામાં આવ્યા હતા. ત્યારે હરદેવસિંહ જાડેજા ભરતસોલંકી વતી બધો વ્યવહાર કરતાં હતા.

બળવાખોર ક્યા સભ્યોને નોટીસ?

સોનલ જાકાસણીયા, પ્રભુ મશરૃ ઝીઝુવાડીયા, નિર્મલા ભીખુ મઠીયા, અમુ રાણા હુબલ, શારદા રાજુ માલકિયા, મનીષા સરાવડીયા, ધર્મેન્દ્ર જસમત પટેલ, હીના ચાડમિયા, જમના મેઘાણી, ગીતા જગદીશ  દુબરિયા, કિશોર ચીખલીયા, મહેશ રાજકોટીયા, હરદેવસિંહ જાડેજા, કુલસુ અકબર બાદી, ગુલામ પરાસરા તથા પીન્કુ ચૌહાણનો સમાવેશ થયો હતો. પછી તેમની સામે ભરત સોલંકીએ કોઈ પગલાં ન લેતા 10 જાન્યુઆરી 2019માં ફરી એક વખત બળવો થયો છે. જેના માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત સોલંકી છે. પક્ષાંતરધારા સહિતની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. પણ પછી કંઈ ન થયું. બધાને બચાવી લેવાયા હતા. તે સમયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ  મેરજાએ જિલ્લા પંચાયતના સદસ્યોએ બળવો કરી પક્ષની વહીપનો અનાદર કર્યોને એક તરફી મતદાન કરી સત્તા કબજે કરીએ દુઃખદ ઘટના ગણાવી હતી.

ઈતિહાસ

83 ગ્રામ પંચાયતોની વસતી 4 લાખ છે. મોરબી જિલ્લો 15 ઓગષ્ટ 2013થી અસ્તિત્વમાં આવ્યો છે. મોરબી જિલ્લો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લા માંથી બન્યો છે. ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકાનો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે પેરિસ ઓફ ધ ઇસ્ટ તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, ૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.

મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓમાં પણ કોંગ્રેસ સત્તા સ્થાને છે. ભાજપ મોરબી જિલ્લામાં સાવ સાફ થઈ ગયો છે. પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદો થતાં રહે છે.

કેવો છે ઔદ્યોગિક જિલ્લો

ઊમિયા પટ તરીકે જાણીતા વિસ્તારમાં ખનિજ મોટા પ્રમાણમાં મળે છે. અહીં કડવા પાટીદારોનું ભારે પ્રભુત્વ છે. તેઓએ મોટા પ્રમાણમાં જિલ્લાના મહત્વના ઉધ્યોગોમાં એન્જીનેયરીંગ, સિરામીક, ધડીયાલ, પ્લાસ્ટીક, સ્ક્રીન પ્રિન્ટીગ અને ખાધતેલ ઉત્પાદનમાં કડવા પાટીદાર સમાજ આગળ છે. મોરબી સિરામીક, નળીયા અને ધડીયાલ ઉધ્યોગ માટે દેશભરમાં નામના ધરાવે છે. ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ 700 ટારખાના છે 300 નવા કારખાના બની રહ્યાં છે. આવતાં વર્ષે બીજા 200 નવા કારખાના બનવાના છે. આમ અહીં 1200 કારખાના થઈ જશે. આ માટે મોટા પ્રમાણમાં ખેતીની જમીન બિન ખેતી થઈ રહી છે.