આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જે નવી ટીમ સાથે પ્રદેશ મહામંત્રીએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર સંપર્ક યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી
Middle Post Content
આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જીલ્લાના હોદેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ બારોટ, જીલ્લા પ્રવક્તા ગોકળભાઈ પરમાર, શહેર પ્રમુખ પરેશ પારીઆ, મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ હરાણીયા, માળિયા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ટંકારા તાલુકા પ્રમુખ દામજીભાઈ પટેલ તેમજ વાંકાનેર શહેર પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાળા તથા વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે અયુબભાઇ બાદી અને મોરબી જીલ્લા સોશ્યલ મીડિયા પ્રમુખ તરીકે નીખીલ દલસાણીયાની વરણી કરવામાં આવી છે
પ્રદેશ મહામંત્રીએ નવી ટીમની જાહેરાત ઉપરાંત આગામી તા. ૧૬ થી શરુ થતી સંપર્ક યાત્રાની માહિતી પૂરી પાડી હતી જેમાં ડાંગથી શરુ કરીને યાત્રા સાબરકાંઠા પૂર્ણ થશે જેમાં ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓને આવરી લેવાશે જે યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટી હિસાબ માંગો અભિયાન ચલાવશે જેમાં ગ્રાન્ટની રકમ ક્યાં વપરાઈ તેનો હિસાબ માંગવા આરટીઆઈનો વ્યાપક ઉપયોગ કરશે સાથે જ ગુજરાતમાં ૨૦૧૯ ની લોકસભા ચુંટણી આમ આદમી પાર્ટી નહિ લડે તેવી સ્પષ્ટતા પણ કરી હતી તે ઉપરાંત પ્રદુષણ, ટ્રાફિક અને પ્રાથમિક સુવિધાઓ મામલે લડત આપવામાં આવશે તેમ પણ અંતમાં જણાવ્યું હતું