મોરબી નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભા હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહી હતી કારણકે જૂની કમિટી રદ કરવા અને નવી કમિટીની રચના તેમજ પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો જેમાં ભાજપે ખેલેલા દાવ બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપને મ્હાત આપવામાં કોંગ્રેસને સફળતા મળી હતી
ભાજપે પ્રાદેશિક કમિશ્નર પાસેથી મનાઈહુકમ મેળવ્યો હતો તો પાલિકાની સાધારણ સભા શરુ થાય તે પૂર્વે કોંગ્રેસે મનાઈહુકમ સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો અને આજે સાધારણ સભા પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ઇન. ચીફ ઓફિસર સાગર રાડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી સાધારણ સભામાં ભાજપના ૨૧ અને શાસક પક્ષ કોંગ્રેસના ૨૫ સદસ્યો હાજર રહ્યા હતા જયારે છ સભ્યો ગેરહાજર રહ્યા હતા જેમાં ૪૬ માંથી ૧૭ એજન્ડાઓ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે જયારે બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી છે તે ઉપરાંત પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી અને હોદાની લ્હાણી કરવામાં આવી હતી તો આમ સાધારણ સભા પૂર્વે ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો હતો જોકે કોંગ્રેસે નહેલે પે દહલા સમાન હાઈકોર્ટમાંથી સ્ટે મેળવીને બાદમાં કમિટીઓની રચના પણ કરી નાખી છે અને કોંગ્રેસે ભાજપને પછડાટ આપી છે.
મોરબી નગરપાલિકામાં વોર્ડ નં ૧૧ ના ભાજપના સદસ્ય ભાવેશભાઈ કણઝારીયાએ પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોનને અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે પ્રતિવાદી પાલિકા પ્રમુખ મોરબી અને ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાએ તા. ૩૧ ના રોજ મળનાર પાલિકાની સાધારણ સભામાં એજન્ડા ક્રમ ૭ મુજબ પાલિકાની જૂની કમિટીઓ રદ કરીને નવી કમિટીઓની રચના અને વિવિધ સંસ્થાઓમાં નગરપાલિકાના પ્રતિનિધિઓની નિમણુક અંગેના એજન્ડા ક્રમ ૮ સામે મનાઈ હુકમ અંગે દાદ માંગી હતી.
જેમાં પ્રથમ પ્રમુખની ચૂંટણી થયા બાદ અઢી વર્ષના ગાળા દરમિયાન કમિટીઓની રચના થઇ અને રદ કરી ફરી રચના થયેલ છે આ તમામ કાર્યવાહી જનરલ બોર્ડના ઠરાવથી થયેલ છે જનરલ બોર્ડ કમિટીની રચના કરે તે બોર્ડને કમિટીની રચના રદ કરવાનો અબાધિત અધિકાર ગુજરાત મ્યુનીસીપલ એક્ટ મુજબ પ્રાપ્ત થયેલ છે તા. ૧૪-૦૬-૧૮ થી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ છે અને સત્તાની રૂએ સામાન્ય સભા બોલાવેલ છે જેથી પાલિકાના નિયમો અને એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરેલ હોય જેથી મનાઈ હુકમ આપવામાં ના આવે એવો જવાબ પાલિકા પ્રમુખે રજુ કર્યો હતો.
ત્યારે બંને પક્ષને સાંભળ્યા બાદ પ્રાદેશિક કમિશ્નર દ્વારા ન્યાયના વિશાલ હિતમાં અરજીનો નિકાલ ના થાય અથવા બીજો કોઈ હુકમ ના થાય ત્યાં સુધી મોરબી પાલિકાની તા. ૩૧ ના રોજ મળનાર સાધારણ સભામાં કમિટીઓ રદ કરવી અને નવી કમિટીઓની રચના તેમજ સંસ્થા પ્રતિનિધિઓની નિમણુક રદ કરી નવી નિમણુક કરવાના એજન્ડા સામે મનાઈ હુકમ આપવામાં આવ્યો છે જેથી ભાજપ શાસિત કમિટીઓ જેમની તેમ રહેશે અને કોંગ્રેસના સદસ્યોને સત્તા માટે હજુ રાહ જોવી પડશે.
કમિટીઓની રચના કરી
એકઝીકયુંટીવ કમિટી – ખોડીદાસ ભાગિયા
કંટ્રોલીંગ કમિટી – જયદીપસિંહ રાઠોડ
વોટરવર્કસ કમિટી – જેતુનબેન લધૂર
પવડી કમિટી – ઇદરીશભાઈ જેડા
અધર ટેક્ષ કમિટી – કાનજીભાઈ નકુમ
સેનિટેશન કમિટી – અશોકભાઈ કાંજીયા
હેલ્પ એન્ડ હાઈઝીન કમિટી – જયશ્રીબેન પરમાર
ગાર્ડન કમિટી – દયાબેન સોલંકી
રૂલ્સ એન્ડ બાયલોઝ કમિટી – અસ્મીતાબેન કોરીંગા
હાઉસ ટેક્ષ કમિટી – પ્રીતીબેન સરડવા
રોશની કમિટી – ગૌરીબેન દશાડીયા
ટાઉન પ્લાનિંગ કમિટી – જીતેન્દ્રભાઈ ફેફર
પરચેઝ કમિટી – અશોકભાઈ કણઝારીયા
ગેરેજ કમિટી – ભાનુબેન નગવાડિયા
રમત ગમત અને સંસ્કૃતિક કમિટી – અરુણાબા જાડેજા
એડવાઈઝરી કમિટી – નાજીમાંબેન મકરાણી
યુ.આઈ.ડી.એસ.એમ.ટી કમિટી – જશવંતીબેન શીરોહિયા
ભૂગર્ભ કમિટી – ભાવિનભાઈ ઘેલાણી
નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે નિમણુક
રેલ્વે પ્રતિનિધિ – જશવંતીબેન સુરેશભાઈ શીરોહિયા
પાંજરાપોળ પ્રતિનિધિ – રાજેશભાઈ અમૃતલાલ ચારોલા
ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ – ખોડીદાસ ભાગિયા
સિવિલ હોસ્પિટલ – કાનજીભાઈ નકુમ