મોરબી ભાજપના વિરોધમાં જતાં ઊર્જા પ્રધાન સૌરભ દલાલ દોડી ગયા

કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે.

મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે.

જે મામલે જીએસપીસી સાથે ઊર્જા પ્રધાને તેમને કહ્યું હતું કે, પ્રેશર ડ્રોપની સમસ્યાના સમાધાન માટે ગાળા નજીકથી નવી લાઈન નાખવા શરૂઆત થઈ છે તે ઝડપી કરાશે.

મોરબીના 1200-1300 સિરામિક એકમો દ્વારા રોજ 22 લાખ ક્યુબીક મીટરનો ગેસ વપરાય છે. કોલગેસ પર પ્રતિબંધ બાદ બીજી 500 ફેકટરીઓ નેચરલ ગેસનો વપરાશ કરશે. જેથી ગેસનો વપરાશ વધીને રોજ 65 લાખ ક્યુબીક મીટર થઈ જશે. તેથી ગેસનો ભાવ ઘટે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના સિરામિક એકમો પીપળી રોડ પર આવેલા છે એવા 25 કારખાનાઓમાં રોજ દબાણ ઘટી જતાં ગેસ ઓછો આવતો હતો અને તેથી ટેમ્પરેચર ન આવતાં કામ ભટ્ઠી બંધ કરતાં રોજ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. સતત 72 કલાક આવું ચાલ્યું હતું. તેથી કારખાનાના માલિકોએ રસ્તા પર બેસીને જીએસપીસીની 9 એપ્રિલ 2019ના દિવસે રામધુન કરવી પડી હતી.