ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે , સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે.
મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાત એફ.એસ.એલ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ના સંયુક્ત ઉપક્રમે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અહીં અલગ અલગ લેવા માટે આવે છે.
હાલમાં મ્યાનમારના 20 અને બાંગ્લાદેશના 10 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ લેવા માટે આવેલા છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એસપી અને એડી.એસ.પી જેવા પોલીસ અધિકારીઓ લઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ થાય ત્યારે શું કરવું, કયા પ્રકારની કાળજી લેવી કઈ રીતે તપાસ કરવી કોમ્પ્યુટર નો ડેટા સીઝ કરવો અને ગુનો કઈ રીતે ઉકેળવો તે બાબતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં યોજાઇ રહેલી આઠમી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ પોલીસ એકેડેમીઝ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીના ઉપક્રમે ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ગાંધીનગરમાં થયું છે. ૫૬ રાષ્ટ્રોના ૧૦૦ થી વધુ સિનીયર પોલીસ અફસરોએ આ પરિષદ માટે નોમિનેશન કરાવેલું છે.
પાછલા બે દાયકાથી સાયબર થ્રેટસ અને સાયબર ક્રાઇમે અતિગંભીર સ્વરૂપ લઇ લીધું છે. એટલું જ નહી, ડિઝીટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને પરિણામે હવે બધી જ માહિતી અને વિગતો ડિઝીટલી મેનેજ થવાને કારણે નાગરિકોની સુવિધા વધી છે. સામે પક્ષે સાયબર ક્રાઇમ પણ એટલી જ ઝડપે વધતા જાય છે.
સાયબર ક્રાઇમે દેશના નાગરિકોની પ્રાયવસી સામે પણ પડકાર ફેકયો છે તેમજ નાણાંકીય ઉચાપતોથી લઇને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને પણ ચેલેન્જ કરી છે.
સાયબર સ્પેસમાં ઉપલબ્ધ ડેટાની સુરક્ષા-જાળવણી અને સંભવિત સાયબર એટેકથી તેને સુરક્ષિત રાખવા ઇન્ટરપા આગળ વધે તે સમયની માંગ છે.
વિકસતા જતા આ યુગમાં ગૂનેગારોની ગુન્હાખોરી અંગેની માનસિકતા પણ બદલાઇ છે ત્યારે તેની સામે સખ્તાઇથી પેશ આવીને આવી ગુન્હાખોરી અટકાવવી એ સરકારોનું દાયિત્વ છે.