મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવાનું સેબીએ નક્કી કરી લીધું છે. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડોને માત્રને માત્ર ડેટ કે ઇક્વિટી ફંડમાં જ રોકાણ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડોની અસ્ક્યામતો અને લાયેબિલિટીઝ–જવાબદારીઓ સતત બદલાયા કરે છે. આ હકીકતનો વાસ્તવિક અંદાજ તેની અસ્ક્યામતો અને તેની જવાબદારીઓને આધારે આવે છે.આ સ્થિતિમાં ડેટ ફંડમાં કરવામાં આવેલા રોકાણથી ચાર ગણી રકમનું રક્ષણ તેણે પૂરું પાડવું પઢશે. તેમ જ તેની સાથે ઇક્વિટીનો સપોર્ટ પણ તેણે આપવો પડશે. શેર્સને ગિરો મૂકવાની બાબતમા પ્રમોટરો સેબીએ નક્કી કરી આપેલા ડિસ્ક્લોઝરના ધારાધોરણોને ઓળંગી ગયા હોવાનું જોવા મળ્યું છે. આ રોકાણ તેઓ ભળતા જ નામે કરતાં હોવાનું બહાર આવ્યું છે. સેબી આ નીતિરીતિઓ પર સાવ જ પડદો પાડી દેવા માગે છે.
સેબીએ હવે મ્યુ્ચ્યુઅલ ફંડોએ તેમના પોતાના નામે કે અન્ય કોઈના નામે મૂકેલા શેર્સના માર્કેટેબલ ટાઈટલ પર કોઈપણ જાતના અંકુશો હોય તો તેની વિગતો જાહેર કરવાની કે તેના પર કોઈ બોજો હોય તો તેની વિગતો જાહેર કરવાની પ્રમોટરોને ફરજ પાડી છે. તેમ જ ગિરો મૂકવામાં આવેલા શેર્સ અગે તેમની ઓડિટ કમિટીનની તમામ રિપોર્ટ્સ રજૂ કરવાની ફરજ પાડી છે. કંપનીના પ્રમોટરો તેના અંદાજે 20 ટકા શેર્સ પર આ રીતે બોજો ઊભા કરતાં હોવાનું જોવા મળે છે. આ ઇન્વેસ્ટર્સના હિતમાં નથી.