યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ટીમ ગુજરાત આવી

ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ પર પરામર્શ કરશે
યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન (U.S.F.D.A.)ના સાત અધિકારીઓની ટીમ આગામી 20 ઓગસ્ટ 2018થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી છે. જેમાં કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર, ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એફ.ડી.આઇ. ઇન્ડીયા ઓફીસ, થોમસ અરિસ્થા, ડેપ્યુટી ડાયરેક્ટર સહિત અન્ય ચાર સિનિયર અધિકારી આ ડેલીગેશનમાં ભાગ લઇ રહ્યાં છે.

ડેલીગેશન રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા વડોદરાની ઔષધ પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી. આ
મુલાકાત દરમિયાન ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ અને ઇન્ફરમેશન શેરીંગ જેવા મહત્વના વિષયો ઉપર ચર્ચા હાથ ધરી હતી. ગુજરાત દેશમાં ફાર્મા ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે અને દવાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 33 ટકા જેટલો છે. દેશમાંથી થતી દવાના નિકાસમાં 28 ટકા ગુજરાતનો ફાળો રહ્યો છે. હાલ ગુજરાતમાં આશરે 117 જેટલા દવાના યુનિટો U.S.F.D.A. ની માન્યતા ધરાવે છે અને દવાની નિકાસ અમેરિકામાં મોટા પાયે કરે છે, રાજ્યની ફાર્મા ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ધ્યાને લઇ રાજયમાં આવેલા દવાના યુનિટો ઉપર નિયંત્રણ કરનાર ખોરાક અને નિયમન તંત્ર અને તેની પ્રયોગશાળાની મુલાકાત લઇ, માહિતીનું આદાન-પ્રદાન થશે જેના લીધે રાજ્યમાં બનતી અને વિતરણ થતી દવાની ગુણવત્તા ઉપર નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનશે અને દવાની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થશે તેમજ રાજ્યના અને દેશના નાગરિકોને વધુ સારી ગુણવત્તાવાળી દવા ઉપલબ્ધ થશે. તેમ ખોરોક અને ઔષધ નિયમન તંત્રના કમિમશન ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.