યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિ કેમ નિયુક્ત કરાતાં નથી ?

છેલ્લા અનેક વર્ષોથી રાજ્યની મોટા ભાગની સરકારી યુનિ.ઓમા ઉપકુલપતિની જગ્યા ખાલી છે. સૌરાષ્ટ્ર યુનિ.મા સરકારે કુલપતિ સાથે ઉપકુલપતિની પણ નિમણૂંક કર્યા બાદ હવે રાજ્યની તમામ સરકારી યુનિ.મા ઉપકુલપતિ સરકાર દ્વારા નિમણુંક કરવા માગે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યાં છે.  કુલપતિ સંપૂર્ણ સત્તા ભોગવે છે. ઉપકુલપતિ નિમાય તેવુ કુલપતિ ઈચ્છતા નથી. સ્ટેચ્યુટ-એક્ટ મુજબ કુલપતિ સાથે ઉપકુલપતિ પણ નિમવાના હોય છે. સત્તાના ટકરાવને લીધે ઉપકુલપતિ નિમાવાનું સરકારે પણ બંધ કરી દીધું છે.

મધ્ય ગુજરાત યુનિ, એમ.એસ.યુનિ., ટીચર્સ યુનિ. ,કચ્છ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને આંબેડકર ઓપન યુનિ.સહિતની 7 સરકારી યુનિ.ઓમાં કુલપતિની નિમણૂકની પ્રક્રિયા થઈ છે. સૌરાષ્ટ્ર યુનિ.માં લગભગ છેલ્લા 8 વર્ષથી ઉપકુલપતિની જગ્યા ખાલી હતી. સરકાર હવે અન્ય સરકારી યુનિ.ઓમાં ખાલી પડેલી ઉપકુલપતિની જગ્યા ભરશે એવી આશા ઊભી થઈ છે. ગુજરાત યુનિ.માં પણ 7 વર્ષથી ઉપકુલપતિની જગ્યા ખાલી છે. ગુજરાત યુનિ.માં તાજેતરમા થયેલા નવા રીનોવેશનમાં કુલપતિએ ઉપકુલપતિ માટે નવી કેબિન પણ તૈયાર કરી છે. યુનિ.ના કુલપતિએ ત્રણ નામોની પેનલ સરકારને મોકલવાના હોય છે. સરકાર તેમાથી એક નામ પસંદ કરે છે.