યુનીવર્સીટીને ૨૦૦ કરોડના ટેન્ડરોમાં રસ, સેવામાં નહીં

ગુજરાત યુનીવર્સીટીના ભવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા(MBBS) અને ફિજીયોથેરાપીના ૮૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને ૨૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરોમાં જેટલી અગ્રીમતા-પ્રાથમિકતા અને રસ દાખવી રહ્યા છે તેટલો રસ ઈમરજન્સી વ્યવસ્થા માટે, વૈકલ્પિક વીજપુરવઠા માટે જનરેટર ની વ્યવસ્થા  હોત તો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને પરીક્ષા સમયે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ ના થાત.

ગુજરાત યુનીવર્સીટીના ભવનો-સંસ્થા કોલેજોમાં અભ્યાસ કરતા ત્રણ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે યુનીવર્સીટી સતાધીશોની બેદરકારી, અસંવેદનશીલતા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી  ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને મોટા મોટા બિલ્ડીંગ બાંધકામમાં, કરોડો રૂપિયાના ટેન્ડરમાં અને મોટી મોટી જાહેરાતોમાં રસ છે પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની કારકિર્દી માટેની મહત્વની પરીક્ષા માટે સુચારૂ વ્યવસ્થા માટે સત્તાધીશોને કોઈ રસ નથી. વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ઘટનાની તપાસ થવી જોઈએ પરીક્ષા સમયે આ પ્રકારની આકસ્મિક ઘટના માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન થવું જોઈએ. ભાવિક સોલંકી મો.નં. ૯૭૧૨૭૧૯૦૮૧