યુવતિના મંગેતરે ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાની કબૂલતા કરી

પોરબંદર,તા.27   પાંચેક દિવસ પહેલા દરિયાકાંઠે રેતીમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાભશંકરભાઇ જોષીની પુત્રી રિમાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે મરનાર  રીમા સાથે સગાઇ  બાદ મંગતેર નિરવ થાનકીએ અવારનવાર ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો અને હત્યાનો કર્યાના કબૂલાત કરી હતી..ગત ૨૩ ઓક્ટોબરના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દીરાનગર બાવળની કાટ પાછળ દરિયા કિનારે સાંજના સમયે એક અજાણી સ્ત્રીની લાશ મળી આવેલી જે લાશની ઓળખ થતા જે લાશ રીમાબેન લાભશંકર જોષી રહે. રેલ્વે સ્ટેશન રોડ પોરબંદરવાળીની હોવાની માહિતી મળી હતી. જે બનાવ પ્રથમથી જ મર્ડરનો હોવાનુ જણાતા પોલીસ  આ ગુન્હાનીઝીણવટપૂર્વકની  તપાસ કરી બનાવના મુળ સુધી પહોચવા અને અનડિટેકટ હત્યાનો બનાવ શોધી કાઢી આરોપીને ઝડપી પાડવા LCB-SOG-પેરોલ ફર્લો નાઓની અલગ અલગ ટીમો બનાવી જુદી-જુદી જગ્યાએ અને જુદા જુદા એન્ગલથી તપાસ કરવા સુચના આપી હતી.  પોલીસની ટીમો સાથે ખાનગી બાતમીદારો, સી.સી.ટી.વી. ફુટેજ, તથા ટેકનીકલ સર્વેલન્સ…. વિગેરે અલગ અલગ માધ્યમોથી તપાસ કરતા દરમ્યાન પોલીસ ટીમને બાતમીરાહે હકિકત મળેલ કે, સદર ખુનના ગુન્હામાં GJ-25 પાસીંગનુ 5073 નંબરનુ એકટીવા મોપેડનો ઉપયોગ થયેલો છે જે હકિકત આધારે મોપેડનો મારફતે સર્ચ  તપાસ કરતા મોપેડ ના માલિક તરીકે વિજયકુમાર બી.થાનકી રહે.માતૃકૃપા સોસાયટી કમલાબાગ પોરબંદરનુ નામ જણાયેલ હોય જે મોપેડના આ કામે મરણ જનાર રિમાબેનના મંગેતર નિરવ થાનકીના પિતાના નામનુ હોય તથા સી.સી.ટી.વી.ફુટેજમા જોવા મળેલ એકટીવા આધારે શકમંદ તરીકે નિરવ વિજયભાઇ થાનકી ઉ.વ. ૨૮ રહે. ખોડીયાર સોસાયટી ડૉ.હાથીના દવાખાના પાસે પોરબંદર વાળાને એલ.સી.બી. ઓફીસે લાવી તેના શરીરે જોતા ઉઝરડાના નિશાનો જોવામા આવતા હોય LCB-SOG  I/C PI તથા પેરોલ ફર્લો સ્કોડના PSI નાઓએ વૈજ્ઞાનિક ઢબે ઉંડાણપુર્વક પૂછપરછ કરતા પોતાને આ કામે મરણ જનાર રિમાબેન પોતાની સગાઇ પછી અવાર-નવાર પોતાના ચારિત્ર ઉપર શંકા કરતી હોય અને રિમાબેન મોડીરાત્રી સુધી સોશ્યલ મિડીયામા ઓનલાઇન રહેતી હોય જેથી રીમાબેનના ચારિત્ર ઉપર પોતાને શંકા હોય જેથી પોતે આ ગુન્હો કરેલાનો એકરાર કરેલ જેથી તેની ધોરણસર ધરપકડ કરવામા આવેલ છે.