ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે બિસ્માર બન્યો હતો. તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહુવા-ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે થતાં દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમજ મહુવા અને ભાવનગર પહોંચવામાં પણ વધુ સમય લાગતો હતો. તેમજ હાઈવે પર અકસ્માત પણ વધી ગયા હતા. આ અંગે રાજુલા તાલુકાના એનએસયુઆઈનાં ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોત્રા તથા વીકટરના યુવા અગ્રણી અજયભાઈ શિયાળ ઘ્વારા ટીવટનાં માઘ્યમથી રાજુલા પ્રાંત અધિકારી, જીલ્લા કલેકટર, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈનિડયા સહિતના વિભાગોને રજુઆત કરવામાં આવી હતી કે, વહેલીતકે આ રાજુલા-મહુવા વચ્ચેનાં રોડનું પેચવર્ક કામ ચાલું કરવામાં આવે. આ કારણે ફોરલાઈન રોડ બનવામાં હજુ સમય લાગે તેમ છે. આ રજુઆતોના પગલે હાલમાં રાજુલા-મહુવા નેશનલ હાઈવે રોડ પરનું મોટાભાગનું ચેપવર્ક તંત્ર ઘ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છેતેમજ અધુરૂ કામ છે તેની કામગીરી ચાલું છે. સરકાર ડિઝીટલ ઈન્ડિયાની વાત કરે છે ત્યારે આ યુવાનો ઘ્વારા ઓનલાઈન રજુઆતો કરી લોકોની સમસ્યાને હલ કરી.