યુવાનો નશાના રવાડે નચડે તેથી એન્ટી ડ્રગ ડે ઉજવાયો

યુવાનો કેફી પદાર્થોના આદી બની રહ્યા છે. આધુનિકતાની આડમાં નશીલા પદાર્થોના ખપ્પરમાં પોતાને હોમી રહ્યા છે. નશો એ યુવાનોનું આગવું અંગ બની ગયું છે. સમગ્ર વિશ્વનું યુવાધન ડ્રગ્સના નશામાં બરબાદ થયી રહ્યું છે ત્યારે યુવાધનને બરબાદ થતું અટકાવવા સમગ્ર વિશ્વમાં ૨૬ મી જુનનો દિવસ ”એન્ટી ડ્રગ ડે” તરીકે ઉજવાય છે. આના  અનુસંધાનમાં અરવલ્લી જીલ્લાના ના મોડાસામાં એસ.ઓ.જી. ની ટીમ,  અરવલ્લી જીલ્લા પોલીસ અને કોલેજના વિદ્યાર્થીઓએ સાથે મળીને એન્ટી ડ્રગ ડે ની ઉજવણી કરી હતી.

યુવાશક્તિ એ વરદાન કે પડકાર એ યુવાનોએ જાતે નક્કી કરવું રહ્યું. આજનો  ટેકનોલોજીનો  યુગ સ્પર્ધાત્મક બની ગયો છે. તેમાં ટકી રહેવા કોલેજના યુવાનો વધુ તરવરીયા બન્યા છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન ન મળેતો ઝડપથી તેઓ નિરાશાની ગર્તામાં ધકેલાયી જાય છે. આવા સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આશાવાદી યુવાનોને નશાના રવાડે લઇ જવાય છે. આ ખુબ ગંભીર બાબત બનતી જાય છે. ત્યારે યુવાનોને સાચી દિશા બતાવી આવશ્યક છે.

અરવલ્લી જીલ્લાના મોડાસાની તત્વ એન્જીનીયરીંગ કોલેજમાં ૨૬ જુન  વિશ્વ

એન્ટી ડ્રગ ડે ના દિવસે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને નશીલા પધાર્થોના સેવનથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અરવલ્લી એસ.ઓ.જી. પોલીસ દ્વારા નશો ના કરવા અને અનમોલ જિંદગીને સાચી દિશામાં લઈ જવા માટે સુચન કરવામાં આવ્યા હતા. સેમિનાર દ્વારા

નશાખોરીથી દુર રહેવા અને નશાખોરીના સંલગ્ન કાયદાઓથી પણ માહિતગાર કરાયા હતા. એસ.ઓ.જી. ની ટીમ દ્વારા કોલેજના વિધાર્થીઓને વ્યસનના કારણે યુવાન અને તેનો પરિવાર પણ બરબાદ થાય છે તેની સમજ આપી હતી. અને સાથોસાથ વ્યસનમુક્ત બનવા માટે પુરતું માર્ગદર્શન આપ્યું હતું.