અમદાવાદ: અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે.
શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જ્યારે 30 જેટલા વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હસ્તકના કાંકરિયા બાલ વાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાનગી સંચાલક દ્વારા ચલાવાતી આ રાઈડની દુર્ઘટના અંગે એએમસી તેમજ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટના અંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ બી. વસાવાએ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બર-2018માં અમારા વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આ રાઈડ અંગે તે સમયે નિરીક્ષણ કરીને તેનું ફિટનેસ આપ્યું હતું.