લોકોએ દાંડીયા રાસ લેવા માટે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભાડે લેવું હોય તો 2 હજાર ચોરસ મીટર જમીન માટે રૂ.10 હજાર ભાડું આપવું પડે છે. પણ અહીં રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે ક્રિકેટ રમાડે તો તેને 7 ગણી જમીન માત્ર રૂ.75ના રોજના ભાડેથી રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાએ આપી દીધી છે. તે પણ તમામ નિયમો મૂકીને. અમિત શાહના રબ્બર સ્ટેમ્પ રાજકોટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી છે તેમની સૂચના વગર તેમના રબ્બર સ્ટેમ્પ કલેક્ટર આ રીતે નિયમો વિરૂદ્ધ પગલું ભરે નહીં. કલેક્ટર ગુપ્તાએ 7 મે થી 31 મે 2019 સુધી મેદાન આપી દીધું છે. બીજા 3 દિવસ વધારી આપવા માટે ફરીથી અરજી ભાજપના આ નેતાએ કરી છે. લોકોને મદદરૂપ થવા માંગતી સંસ્થાઓ જો ભાગે માંગે તો કલ્કેટર ગુપ્તા મેદાન આપતાં નથી. પણ ભાજપ કહે તો તેને નફો રળતી ક્રિકેટ માટે રબ્બર સ્ટેમ્પ મારી આપવામાં આવે છે. ભાજપની આ ટુર્નામેન્ટ છે તો તેની મંજૂરી ભાજપે લેવી જોઈએ. પણ મંજૂરી તો ખાનગી વ્યક્તિને આપવામાં આવી છે. કલેક્ટર આ અંગે તપાસ કરશે, કારણ કે જેણે મેદાન માંગ્યું છે તે પોતે ઉપયોગ કરવાના બદલે ભાજપને પેટા ભાડું તરીકે આપી હોય એવો ઘાટ જોવા મળે છે. કલેક્ટર એવું કહે છે કે નહીં નફો નહીં નુકસાન માટે મેદાન ટોકન ભાડેથી આપવામાં આવે છે. નહીં નફો અને નહીં નુકસાન કઈ રીતે નક્કી કરવા તે અંગે કલેક્ટર ગુપ્તા ફોડ પાડીને કહેતાં નથી. મેદાનનો ઉપયોગ આર્થિક અને રાજકીય નફા માટે થઈ રહ્યો છે. જો કોંગ્રેસ પક્ષ શાસ્ત્રી મેદાન આ જ શરતથી માંગશે તો તે ગુપ્ત આપશે ખરા એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.
વિવાદ થતાં આ ટુર્નામેન્ટના નફા અને નુકસાન અંગે અધિક કલેકટર પરિમલ પંડયાએ જાહેર કર્યું છે કે, જો ખરેખર ધંધાદારી આયોજન હશે તો હિસાબો માગી તપાસ કરવામાં આવશે.
ફી ઉઘરાવવામાં આવી છે તે શું ધંધો નથી ? તેનો જવાબ કલેક્ટર પાસે નથી.
2014માં શાસ્ત્રી મેદાનનું 1 હજાર ચોરસ મીટરના રૂા.6600 ભાડું હતું. નવરાત્રીના રાસ રમવા માટે દ્વારા માંગણી કરાઈ હતી. પણ ક્રિકેટ રમવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઊદઘાટન કર્યું હતું.
ભાજપના નેતા પાર્થરાજ ચૌહાણે મેદાન ભાડે રાખ્યું છે. જેમાં 80 ક્રિકેટ ટીમ ભાગ લઈ રહી છે. એક ટીમ પાસેથી રૂ.5 હજાર લેવામાં આવ્યા છે. ભાજપના નેતાઓએ નિયમો વિરૃદ્ધ મેદાનમાં જ કેન્ટીન શરૂ કરી દીધી છે.