રસોડામાં વાનરો મહિલાઓને પરેશાન કરે છે, અનેક મહિલાઓ પર હુમલા

પંચમહાલમાં કંડાચ ગામની મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે જ્યારે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે વાનરો હેરાન કરે છે. રસોડાની બારીમાં આવીને બેસીને જાય છે. પછી શાકભાજી અને લોટ લઈને ભાગી જાય છે. જો કોઈ મહિલા પ્રતિકાર કરે તો વાનરો તે મહિલા પર હુમલો કરે છે. ગામનની મહિલાઓ રસોઈ બનાવતા સમયે પુરુષને પોતાની પાસે બેસાડે છે. પુરુષ બાજુમાં હોવાના કારણે વાનરો મહિલા પર હુમલો કરતા નથી. જો ગામની કોઈ મહિલા રસ્તા પર નીકળે તો મહિલા પર વાનરો હુમલો કરે છે. મહિલા પર વાનરોએ હુમલો કર્યા હોય એવા અનેક કિસ્સા આ ગામમાં બની ચૂક્યા છે. વસતીના ત્રીજા ભાગની વસ્તી તો વાનરોની છે. ગામમાં લોકો 3,000 અને 1,000 કરતા વધારે વાનરો રહે છે. વાનરો દ્વારા ગામની મહિલાઓ પર વારંવાર હુમલો કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોના  પાકને પણ નુકશાન પહોંચાડે છે. વાનરો દ્વારા કરવામાં આવતા નુકસાનના કારણેને ગામના લોકોએ પોતાના મકાનોમાં લોખંડની જાળી ફીટ કરાવી છે. આ ગામમાં વાનરો ઘરની છત પર ડેરો જમાવીને બેઠા હોય છે. જો કોઈ વ્યક્તિ ગામના રસ્તા પરથી પસાર થાય તો તેને આ વાનારો ઝૂંડમાં જઈને રંજાડે છે.  મજૂરો ખેતરોમાં રાત રોકાવા અને કામ કરવા તૈયાર નથી. અમે જે પાક વાવીએ તે પાકને મોટું નુકસાન વાનરો પહોંચાડે છે. આ બાબતે ગામ લોકોએ જંગલખાતાને વિનંતી કરી છે કે, તેઓ આ વાનરોને પકડીને જંગલમાં છોડી દે જેના કારણે ગામની મહિલા અને ખેડૂતોનો પાક સુરક્ષિત રહે.