[:gj]ભાજપ ચાર પગવાળો ભ્રષ્ટ ઊંદર છે, જે નર્મદા નહેર ખોદી નાંખે છે[:]

[:gj]વિધાનસભા ગૃહમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, જ્યારે પાણીનું વેચાણ થાય કે પાણીની ચોરી થાય ત્યારે સમજવું કે કળિયુગ આવ્યો છે રાજ્યમાં કુલ ૧૧,૦૦,૫૫૬ ખેડૂતો છે. નર્મદાની ૧૭,૮૧,૨૭૯ હેક્ટર ખેતરોમાં પામી માટે સરકાર ખેડૂતો પર આરોપ મૂકે છે કે, ખેડૂતો કેનાલો તોડી નાંખે છે, ખેડૂતો પાઈપ દ્વારા, મોટર દ્વારા પાણીની ચોરી કરે છે, પરંતુ જે ખેડૂતો ખેતી કરે છે એને પાણીની ચોરી કરવાની જરૂર નથી. પણ રાજ્ સરકાર સિંચાઈનું પાણી આપવામાંનિષ્ફળ પુરવાર થઈ છે. એટલે ખેડૂતો પ્રવૃત્તિ કરી રહ્યા છે. સરકાર નાના માણસને જેલમાં નાંખવાની વાત કરે છે જ્યારે મોટાને મલાઈદારની વાત કરે છે.

નર્મદા કેનાલમાં પડેલ ગાબડા ઉંદરડા અને નોળીયાએ નર્મદા કેનાલ ખોતરી નાંખી છે. નોળીયા કે ઉંદર બે પગવાળા હતા કે ચાર પગવાળા હતા તેની તપાસ કરવી જરૂરી છેનર્મદા કેનાલમાં પડેલ ગાબડા અંગે ભાજપ સરકારે કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સી સામે પગલાં લીધાં હોય તેવો એકપણ બનાવ નથી. તેથી ભાજપના ચાર પગ વાળા હતા. શાખા નહેરોનું કામ ૨૪ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં આજે પણ પૂર્ણ કરી શકાયું નથી.

ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની સરકારોએ ૨૦૩ ડેમ બનાવ્યા છે. ભાજપ સરકારે બોરીબંધ બનાવ્યા છે, પરંતુ ‘ન આજ બોરી હૈ, ન બંધ હૈ’ એવી પરિસ્થિતિ છે. રાજ્યના ૨૦૩ ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા ૧૫૭૬૦.૧૭ મિલિયન ઘનમીટરની છે. ૩૦૧૦૨૦૧૮ના રોજ ૮૬૪૮.૪૮ મિલિયન ઘનમીટર, ૩૧૧૨-૨૦૧૮માં ૬૧૭૭.૪૨ મિલિયન ઘનમીટર, માર્ચ૨૦૧૯માં ૪૧૪૧.૦૨ મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો હતો. એનો મતલબ સંગ્રહ ક્ષમતા કરતાં ૧૧૦૦૦ મિલિયન ઘનમીટરનો સંગ્રહ ઓછો થયો છે.

૩૦.૨૦ લાખ હેક્ટરમાં સિંચાઈની ક્ષમતા છે એવી રીતે ભૂગર્ભ જળ ક્ષમતા સરકારી પાતાળકૂવાઓ અને અન્યમાં ૨૨.૬૭ લાખ એમ કુલ ૫૨.૭૯ લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતા છે. ક્ષમતામાં ઉત્તરોત્તર વધારાને બદલે ઘટાડો થઈ રહ્યો છે.

રાજ્ સરકારની ખેડૂત વિરોધી નીતિ ૨૦૧૩માં હતી અને ૨૦૧૯માં પણ રહી છે.  પંચાયતથી પાર્લામેન્ સુધી ભાજપ સરકાર છે, લોકોએ મત આપ્યા છે ત્યારે ખેડૂતોને પાણી ચોરીના આરોપસર જેલમાં નાંખવાની વાત થાય છે તે અયોગ્ છે. રાજ્ સરકારે અંગે વિચારણા કરી બિલને ફરી વખત કમિટીને સોંપવું જોઈએ. સરકારની ખેડૂત વિરોધી નીતિનો કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વિરોધ કરે છે અને સરકાર આ બિલ પાછું ખેંચે તેવી વિનંતી કરે છે. તેમ શૈલેષ પરમારે જણાવ્યું હતું. [:]