રહસ્ય – ગુજરાતમાં 50 વર્ષ પછી સ્ત્રીઓ કરતાં પૂરુષો ટપોટપ મરી રહ્યાં છે

ગુજરાતમાં જન્મતા બાળકોમાં બાળકીઓ ઓછી હોય છે. નર જાતિ વધું જન્મે છે. 50 વર્ષની ઉંમર પછી આ ગણિત ઊલટું થઈ જાય છે. 50 વર્ષની મહિલાઓની વસતિ વધી ગઈ છે અને પુરૂષો ઘટી ગયા છે. 50 વર્ષ પછી સ્ત્રીઓ કેમ વધી રહી છે. તે રહસ્ય ઉકેલાયું છે. તેનો સીધો મતલબ કે પૂરૂષો વધું મરી રહ્યાં છે જ્યારે થોડા વર્ષો માટે સ્ત્રીઓ અમર બની રહી છે. ગુજરાતમાં હાલ 6.50 કરોડ લોકો છે તેમાં 50 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ વધારે જોવા મળી રહી છે. જેની પાછળનું કારણ એવું બતાવવામાં આવે છે. કે પુરૂષોના મોતનું કારણ એવું જણાયું છે કે, પુરૂષો મોટા ભાગે ઘરની બહાર રહેતાં હોય છે. તેથી તેમના પર ચિંતા વધું રહે છે. માનસિક તનાવ વધું હોય છે, જેમાં મોત વધે છે. રસ્તા પર અકસ્માતમાં મોટા ભાગે પૂરૂષો મોતને ભેટે છે. મહિલાઓમાં સહન કરવાની શક્તિ વધું હોય છે. મહિલાઓ કરતાં પૂરૂષો આત્મહત્યા વધારે કરી રહ્યાં છે. ઘરની અંદર મહિલાઓ રહેતી હોવાથી તેમનું આયુષ્ય વધે છે. જે રીતે કોઈ વન્ય પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે તો તેનું આયુષ્ય જંગલમાં રહેતાં પ્રાણી કરતાં વધી જાય છે. કારણ કે પાંજરામાં તેને સલામતી વધું મળે છે. આવું પૂરૂષો માટે છે. જેઓ જીવનના જંગલોમાં જોખમી જીવન જીવે છે.

સ્ત્રી અને પુરૂષની 35 વર્ષની ઉંમરે બન્નેની વસતી સરખી થઈ જાય છે. 35 વર્ષ પછી પુરૂષો કરતાં સ્ત્રીઓની વસતી વધી જતી જોવા મળી રહી છે. ત્યાર પછી જેમ ઉંમર વધતી જાય તેમ સ્ત્રીઓના મોતના પ્રમાણ કરતાં પૂરૂષોના મોત વધતાં જાય છે.

મહિલા અને પુરૂષોની કૂલ વસતીની ઉંમર પ્રમાણે ટકાવારી

ઉંમર – સ્ત્રી – પૂરૂષ

0-4 – 9.1 – 9.5

15-19 – 9.1 – 9.8

30-34 – 7.6 – 8.0

40-44 – 6.2 – 6.3

45-49 – 5.6 – 6.2

55-59 – 4.4 – 3.5

50 વર્ષ પછી પૂરૂષોની વસતી સ્ત્રીઓ કરવાં ઓછી થવા લાગી છે. જેમાં મહિલાઓને મળતી સલામતી અને સુવિધા તથા ઓછી જવાબદારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂરૂષો ઘરની જવાબદારીના બોજ હેઠળ વધું દબાયેલા સતત રહે છે. તેથી તેમને જીન સંઘર્ષ વધું કરવો પડે છે તેની સામે મહિલાઓ વધારે સલામત જીવન જીવી રહ્યા છે તેથી તેમનું આયુષ્ય પૂરૂષો કરતાં વધી રહ્યું છે. આ આંકડા ગુજરાત સરકારે જાહેર કરેલાં છે.

(દિલીપ પટેલ)