આ અંગે અમદાવાદ ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) અરજન માલીવાડે જણાવ્યું હતું કે, અમે ગત ડિસેમ્બર માસમાં આ રાઈડ અંગે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને તેના ફિટનેસની ચકાસણી કરી હતી. તે સમયે આ રાઈડ બરોબર ચાલતી હતી. જેથી અમે શરતોને આધીન ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું.
આ શરતોમાં (1) કંપની કે મેન્યુફેકચરરે આપેલી ગાઈડલાઇન મુજબ તેનું રૂટિન અને પિરિયોડિકલ ચેકિંગ અને મેંટેનન્સ કરવું, (2) રોજે રોજ ચેકિંગ કરવું, (3) નટ-બોલ્ટને દરરોજ ચેક કરવા (4) જરૂર મુજબ રોજેરોજ ઓઇલ અને ગ્રિસિંગ કરવું, (5) કંપની અને મેન્યુફેકચરરે જણાવેલ નિયત સમયે પાઈપના જોઇન્ટસ ચેક કરવા (6) વરસાદ બાદ દરેક પાર્ટસનું ચેકિંગ કરવું, (7) વરસાદ બાદ નટ-બોલ્ટમાં કોરોજન (કાટ) લાગ્યો હોય તો તેને દૂર કરવા (8) રાઈડ માટે વીમો ઉતરાવવો (9) રાઈડમાં મોડીફાઈ કરવામાં આવે તો આ ફિટનેસ સર્ટિફિકેટ રદ ગણાશે, (10) મોડીફાઈ કરાયા બાદ નવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. (11) વરસાદ પડ્યા બાદ આ ફિટનેસ સર્ટિફિકેટ રદ ગણાશે સહિતની શરતો હોય છે