રાઈડમાં ટેકનિકલ ખામી હતી છતાં ભાજપના નેતાએ રાઈડ ચાલવા લીધી

20 વર્ષની લીઝ પર મ્યુનિ. દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડના રાઈડમાંથી પડેલા 31માંથી 6ની કરોડરજ્જુ ભાંગી ગઈ છે.

કોન્ટ્રાક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ના સંચાલકની ગંભીર બેદરકારીનો અહેવાલ આપવામાં આવ્યો હતો.

સેફ્ટી એક્સપર્ટે 6 જુલાઈએ આપેલા રિપોર્ટમાં નટ બોલ્ટ, મોટર અને સેફ્ટી લોકમાં ખામી હતી.

એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનું લાઈસન્સ પોલીસ દ્વારા આપવામાં આવે છે, જે ચકાસણી વગર થઈ છે.

સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા મિકેનિકલ ઈન્સ્પેકશન કર્યાનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.

ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

લાઈસન્સ શાખાએ ઈશ્યુ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે અને 25 નંબરે ડિસ્કવરી રાઈડ હાથથી લખી દેવાયું છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

કોન્ટ્રાક્ટરે પોતાના સેફ્ટી એક્સપર્ટ પાસેથી પણ રાઈડના સેફ્ટી પ્રમાણપત્ર લીધા હતા. જેનો એક રિપોર્ટ 6 જુલાઈએ જ તૈયાર કરવામાં આવ્યો હતો, પણ તેને ધ્યાને લીધો ન હતો.

સંચાલક ઘનશ્યામ પટેલનો દાવો છે કે, વેકેશન પહેલાં નેટ બોલ્ટ બદલ્યા હતા.

4 વર્ષથી ડિસ્કવરી રાઈડ એસેમ્બલ કરી ચલાવાઈ રહી છે.