રાઈડમાં પછડાયેલા અપંગ દર્દીઓ કઈ રીતે જીવશે ?

15 જુલાઈ 2019,

અમદાવાદ : એલજી હોસ્પિટલના આરએમઓ ડો.લક્ષ્મણ તાવિયાડના જણાવ્યા અનુસાર હાલ  દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. એક દર્દીને બે મહિનાનો ફ્રેક્ચરનો પાટો આવ્યા હતો પરંતુ તેને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. 28 દાખલ દર્દીઓ માંથી ત્રણ દર્દીઓ ગંભીર હાલત હોવાના કારણે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓ આજીવન માટે અપંગ રહેશે કે સમય જતા સારવાર શક્ય છે કે નહિ તે આવનારો સમય જ જણાવી શકે તેમ છે.

દર્દીઓના પરિવારનો આક્ષેપ :

1, આજીવન માટે અપંગ થયેલા દર્દીઓનું જીવન ગુજરાન કેવી રીતે થશે ?

2, નાની ઉંમરના 6 બાળકોને ગંભીર ઇજા થઇ છે તેઓનું બાકીનું જીવન કેવી રીતે ગુજરાશે ?

3, હોસ્પિટલના સ્ટાફ દ્વારા દુરવ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ દર્દીના પરિવારે કર્યો છે

કાંકરિયામાં લોકો મસ્તી અને મોજ માણવા ગયા હતા પરંતુ કોને ખબર કે તે મસ્તી જીવનભરની સજાના ભાગ રૂપે ભોગવી પડશે રવિવારના રોજ કાંકરિયાની ડિસ્કવર રાઈડ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના સ્થળ પર મૃત્યુ થયા હતા. અને અન્ય ઇજાગ્રસ્તોને નજીકમાં આવેલ મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 29 દર્દીઓ માંથી માત્ર 1 જ દર્દીને 2 મહિનાના ફેક્ચરનો પાટો બાંધીને રજા આપવામાં આવી છે. બાકીના 28 દર્દીઓ  પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમાંથી તીર્થ ભાવસાર નામનો કલોલનો 15 વર્ષીય બાળક જે ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો તેને શરીરના જુદા જુદા ભાગે મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા. પગમાં મોટું ફ્રેક્ચર હોવાના કારણે બન્ને પગમાં ઓપરેશન કરીને પગ જુદા કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં તીર્થ જીવન અને મારાં વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

15 વર્ષનો તીર્થ ભાવસાર જીવન અને મૃત્યુ વચ્ચેની ઘડીઓ ગણી રહ્યો છે

તીર્થને તેના કરતા બે  વર્ષથી વધારે ઉંમરની મોટી બહેન છે. બે બહેનો વચ્ચે એક જ નાનો ભાઈ હોવાના કારણે તીર્થ ઘરમાં બધાનો લાડકવાયો છે. બહેન અને બનેવી સાથે કાંકરિયા ફરવા જવાની જીદ કદાજ તીર્થની છેલ્લી જીદ હોઈ શકે છે.તીર્થ તેની મોટી બે બહેનો અને જીજાજી સાથે કાંકરિયા ફરતા આવેલ હતો. પરંતુ હાલ કાંકરિયા અકસ્માતમાં તીર્થના બંને પગ કપાઈ ગયા છે. આજીવન માટે તીર્થ અપંગ થઈ ગયો છે. સાથે સાથે તીર્થના બનેવી અને બે બહેનોને પણ કરોડરજ્જુ સહીત શરીરના જુદા જુદા ભાગે મલ્ટીપલ ફેક્ચર થયા છે. તીર્થની બહેન બીજલ ભાવસરની સગાઈને ત્રણ મહિના થયા હતા અને જલ્દીથી લગ્ન કરવાના હતા પરંતુ તેની બહેનને પણ પાછળ કમરના ભાગે ગંભીર ફ્રેક્ચરના કારણે તે આજીવની તકલીફ ભોગવાની રહેશે

જન્મદિવસની ઉજવણી કરવા ચાર મિત્રો કાંકરિયા ગઈ હતી.

જન્મદિવસની ઉજવણી કરવા આવેલ ધોરણ 12માં અભ્યાસ કરતી ચાર મિત્રો એલજી હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહી છે. જન્મદિવસની ઉજવણીએ આજીવનની ખોટ આપી હોય તેવું લાગી રહેતું છે. ટેન્ઝીલ બશીર અહેમદ અને તૈયાબાનુ બશીર અહેમદ શેખ બંને બહેનો છે. તેનોની મિત્ર શિફા ઝહીર અબ્બાસ અને મુશરાબાનુ મોઈનુદ્દીન શેખ તમામને મલ્ટીપલ ફ્રેક્ચર થયા છે. ચારે મિત્રો જન્મદિનની ઉજવણી કરવા માટે કાંકરિયા ફરવા ગયા હતા. ત્યાં તેઓને અક્સમાત નડતા કદાજ તેઓ આ વર્ષે ધોરણ 12નો અભ્યાસ મુકવો પડશે તેવું તેઓની પ્રાથમિક હાલત મુજબ જાણવા મળેલ છે.

જાગૃતિ રાજગોર અને અશ્વિન રાજગોરના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. રાજસ્થાન થી અમદાવાદ સંબંધીના ત્યાં ફરવા અંગે આવ્યા હતા. કાંકરિયા બંને ફરવા ગયા તે સમયે તેઓને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય કે, તેઓના માતા- પિતાને હજી કોઈ પ્રકારની અકસ્માત અંગેની જાણ કરવામાં આવી નથી. હાલ બંને જીવનસાથી એલજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. જાગૃતિ બેનને મણકાના ભાગે ત્રણ થી ચાર ફ્રેક્ચર છે અને ગાળાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયેલ છે. જેના કારણે તેઓ આજીવન માટે કોઈ પણ પ્રકારનું ઘરકામ કરી શકશે નહિ. ડોક્ટર દ્વારા બંનેને 6 થી 8 મહિના માટે સંપૂર્ણ આરામ લેવા જણાવેલ છે.