કાંકરીયા રાઈડ ઘટનામાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં સામાન્ય રીતે કોઈપણ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ આ કેસમાં અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ બ્રાંચે બે વર્ષનું લાયસન્સ રિન્યુ કરી દીધું હતું. જે શંકાના દાયરમાં આવે છે. આરએન્ડબી અને ફાયર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનઓસી આપતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્ધારા એક સાથે બે વર્ષનું લાયસન્સ કેવી રીતે ઈસ્યુ કરાયું તે એક મોટો સવાલ છે. અમદાવાદ શહેરમાં અગાઉ ફરજ બજાવતા એસીપી એમ.કે.રાણા દ્ધારા તા.1 જાન્યુઆરી 2017 થી તા.31 ડિસેમ્બર 2019 સુધીનું લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું છે.