રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યો

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં આવે છે. નર્મદા નદીના ભાડભૂત પાસે ખાડી પ્રદેશમાં 17 અષ્ટ્પગા પ્રાણીઓ મળી આવતા સમુદ્ર વિજ્ઞાનીઓ ચોંકી ઉઠયા છે. નદીમાં થઈ રહેલા બાયોલોજીકલ ફેરફાર તેમજ આગળ વધતા દરિયા ને કારણભૂત ગણાવી રહ્યા છે.

જાતનો રંગ બદલવાની અદભુત શક્તિ

ઓક્ટોપસ કોઈ સાધારણ દરિયાઈ પ્રાણી નથી. ઓક્ટોપસ પાસે ગાયબ થવાની અદભુત શક્તિ છે. પોતાના શરીરના અંગોને આસપાસના વાતાવરણ એટલે કે પાણી જેવો રંગ પોતાના શરિરનો બનાવી દે છે. આસપાસના પાણીના જેવા રંગ જેવા રૂપ ઢાળી લે છે. આ શક્તિની મદદથી તે પાણીમાં છુપાઈને પોતાના શિકાર પર હુમલો કરે છે. તેને આઠ લાંબા હાથ છે. સૂંઢ અને આઠ પગ છે. વચ્ચે મોઢું છે. તે એક દરિયાઈ પ્રાણી છે.

માછલી પકડતી વખતે મળી આવ્યા

16 ડિસેમ્બર 2018માં આવા રાક્ષસી પ્રાણી ભરૂચ પાસે નર્મદાનદીમાં પ્રથમ વખત મળી આવ્યા છે.  વડોદરાની સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરિઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CIFRI) દ્વારા દરિયાના જીવોમાં થતાં ફેરફાર અંગે સંશોધન કરી રહ્યાં હતા ત્યારે 17 અષ્ટ્પગા પ્રાણીઓ શોધી કાઢ્યા હતા. ખંભાતથી 35 કિ.મી.ના અંતરે ભાડભૂત ખાતે માછલી પકડીને તેના પર પ્રદૂષણ અને પાણીની અસર અંગે સરવે દરમિયાન મળી આવ્યા છે. અગાઉ માછીમારો દ્વારા તેની જાળમાં દરિયામાં અષ્ટ્પગા મળી આવતાં હતા. નદીના પાણીમાંથી ક્યારેય મળ્યા નથી. આ પ્રથમ ઘટના છે કે તે નદીમાંથી મળી આવ્યા છે. તેમ વડોદરા સિફરીના વૈજ્ઞાનિકો કહી રહ્યાં છે.

ભારતમાં નદીના મુખ પ્રદેશમાં પ્રથમ ઘટના

ભારતીય દરિયાકાંઠે નદીના મુખ પ્રદેશમાં અષ્ટ્પગા મળી આવ્યા હોવાની આ પ્રથમ ઘટના છે. દરિયાઈ જીવવૈજ્ઞાનિકોએ અગાઉ ક્યારેય ઓક્ટોપસને નદીના પાણીમાં જોયા નથી. દરિયાઈ પાણીની અંદર 50 મીટર સુધી તેનું અસ્તિત્વ જોવા મળે છે. દરિયાઈ વિસ્તાર આસપાસમાં ખારા પાણીમાં જ જોવા મળે છે. પણ મૂળ ખારા પાણીના પ્રવાહથી અલગ ફંટાયેલા ઓછા ખારા પાણીમાં મળ્યા હોય એવી આ દુર્લભ ઘટના છે.

રાક્ષસી પ્રાણીની આ પ્રજાતિનું નામ સિસ્ટોપસ ઈન્ડિકસ

ભાડભૂત નર્મદા નદીમાંથી મળી આવેલ ઓક્ટોપસ પ્રજાતિનું નામ સિસ્ટોપસ ઈન્ડિકસ છે. જે વિશેષ કરીને વૃધ્ધ મહિલા ઓક્ટોપસ તરીકે ઓળખાય છે. તેની 190-320 એમએમની લંબાઈ છે. જે લગભગ માણસના હાથની લંબાઈ જેટલા હોવાનું જણાયું છે. સૌથી મોટા કદનો ઓક્ટોપસ 325 એમએમનો છે. વજન 56.2 કિલોગ્રામ છે. અત્યાર સુધીમાં બંગાળના અખાતમાંથી મળી આવેલા સૌથી મોટા ઓક્ટોપસની લંબાઈ 600 એમએમ હતી. વિશ્વમાં અત્યાર સુધીમાં 200 જેટલી ઓક્ટોપસની પ્રજાતિ જોવા મળી છે જે પૈકી 38 પ્રજાતિ ભારતમાં છે. કચ્છના અખાતમાં જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં અષ્ટ્પગો જોવા મળે છે.

ઓછા ખારાશમાં જણાયા

સિસ્ટોપસ ઈન્ડિકસ નામની ઓક્ટોપસની આ પ્રજાતિ તેમના કદ અને આકાર પ્રમાણે 18થી 20 પીપીટી ખારાશ છે જેમાં તે જીવી શકતી નથી. ખંભાતના દરિયામાં ખારાશનુ પ્રમાણ 35 પીપીટી હતું. નદી અને દરિયાના મિશ્રણ સ્થળે સેલીનીટીનું પ્રમાણ 0.5થી 35 પીપીટી છે. 31 વર્ષના સંશોધનમાં પહેલી ઘટના માનવામાં આવે છે. ભારતમાં 1988થી એકઠા કરવામાં આવી રહેલા છે. જેમાં આવી ક્યારેય ઘટના બની નથી. ભાડભૂત અને મહેગામમાં ખારાશનું પ્રમાણ 18 થી 20 પીપીટી નોંધાયું હતું. સંસ્થાનું તારણ છે કે, ઓક્ટોપસ ખંભાતના અખાતમાં આવતી ભારે ભરતી અને વધુ ખારાશના પગલે નર્મદા નદીમાં ભાડભૂત સુધી ઘસડાઈ ગયા હોઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારે ઓક્ટોપસ સીટી મળ્યું

દરિયાઈ સંશોધકોની એક ટીમે 28 સપ્ટેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયાના સમુદ્રકિનારે એક નવું ઓક્ટોપસ સીટી શોધ્યું છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાના જાર્વિસ બે વિસ્તારમાં હાલમાં જ  15 જેટલા ઓક્ટોપસ એક સાથે જોવા મળ્યા છે. આ ઓક્ટોપસ સિડની ઓક્ટોપસ પ્રજાતિના છે જે આ વિસ્તારમાં સામાન્યતઃ જોવા મળતા હોય છે જેમને ગ્લૂમી ઓક્ટોપસ પણ કહેવાય છે. નવા ઓક્ટોપસ સીટીના ઓક્ટોપસ 30 થી 45 ફૂટ લાંબા છે અને તેમની ભૂજાઓ આછી નારંગી રંગની છે. સંશોધકોની ટીમે આ ઓક્ટોપસ પરિવારને આઠ દિવસ સુધી ઓબ્ઝર્વર કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે ઓક્ટોપસ એકબીજા સાથે કમ્યુનીકેટ પણ કરી રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે સામાન્ય રીતે ઓક્ટોપસ એકબીજા સાથે કમ્યુનીકેટ કરતા નથી પરંતુ આ ફેમીલી ચપળ, સ્માર્ટ અને એકબીજાના પ્રોબ્લેમ સરળતાથી ઉકેલી શકે છે. આ પ્રકારના ઓક્ટોપસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના સબટ્રોપિકલ સમુદ્રમાં ખાસ જોવા મળેછે. 2009માં આવું પહેલું ગ્લૂમી ઓક્ટોપસનું પરિવાર મળી આવ્યું હતું. 16 ઓક્ટોપસના આ પરિવારને ઓક્ટોપોલીસ નામ આપવામાં આવ્યું હતું.

ચીનમાં ઓક્ટોપસનો વરસાદ

ચીનના ક્વિંગડાઓ શહેરમાં તોફાની ચક્રવાત દરમિયાન સમુદ્રી જીવો આકાશમાંથી વરસી રહ્યો હતો. વાવાઝોડાની આઈમાં દરિયામાં જળસ્તંભ ઉત્પન્ન થયો હતો જેમાં પાણીની સાથે ઉપર આકાશમાં ચઢી જતાં હતા. તે પછી દૂર સુધી પડતાં હતા. ઓક્ટોપસ હવામાંથી કાર પર પટકાયા હતા.  2017માં મેક્સિકોમાં ટેમ્પીકો શહેરમાં માછલીઓનો વરસાદ પડયો હતો આવો જ એ ક બનાવ વર્ષ 2008માં કેરળમાં પણ બન્યો હતો જ્યારે શહેરમાં માછલીઓનો વરસાદ વરસ્યો હતો.