એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યાં બીજી તરફ લાખો લિટર પાણીનો બગાડ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે થયો હતો. રાજકોટ પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં 8 દિવસ ચાલે એટલું પાણી વેડફાઇ ગયું છે. ગૌરીદળ ગામ પાસે નર્મદાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લિટર બહાર આવી જઈને 3 હેક્ટર જેટલી જમીનમાં ભરાઈ ગયું હતું. ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. પાકને પણ નુકસાન થયું છે. પાણી પૂરવઠા વિભાગની બેદરકારીને કારણે આ ઘટના બની છે. 20 એમએલડી પાણીનો બગાડ થયો છે. તેના પગલે પમ્પિંગ બંધ કરવામાં આવ્યું છે અને હાલ રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. મધરાતે ઘટન ાબની હતી.
એક જ સ્થળે બીજી વખત આવી ઘટના બની છે. ગામ લોકોએ નબળા બાંધકામ અંગે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં તે અંગે કંઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સવારે 10 વાગ્યે લાઇન ખાલી થઇ જતાં રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.