રાજકોટ શહેરમાં ગટરના ઢાંકણાનું કૌભાંડ બહાર આવ્યું છે. અનેક જગ્યાએ ભુગર્ભ ગટરના ઢાંકણા ધાણી ફૂટે તેમ તુટવા લાગ્યા છે. ગુજરાતની વિજય રૂપાણી ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ભાજપનો દાવો કરે છે. પણ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારની ઘટનાઓ ઉપસી આવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના છે. તેમના જ શહેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય છે. ત્રિકોણ બાગ, જોકર ગાંઠીયા સામે તૂટીગયેલા ગટરના ઢાંકણા જોવા મળે છે. આ પહેલાં પણ અનેક સ્થળોએ તુટેલા ઢાંકણા બદ્લાવેલા હતા. જેને બદલાવતા ઘણીવાર દિવસો વિતી જાય છે ત્યારે આવા તુટેલા ઢાંકણા કોઈના માટે મોતનું કારણ પણ બની શકે છે. રોજ-બરોજ ભૂગર્ભમાં ઢાંકણા તૂટવાની ફરિયાદ ઉઠતી હોય છે. અકસ્માત થવાની પૂરી શક્યતા છે.