રાજકોટમાં દારૂના પાંચ સ્થળે દરોડા પાડીને 6 બુટલેગર્સને ઝડપી લેવાયા

રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.