લગ્નેતર સંબંધોને કારણે સભ્ય સમાજનાં ઘર તૂટી જતાં હોય છે. એવા સંજોગોમાં દેશની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરનાં અંતમાં આઈપીસીની કલમ 487ને ગેરબંધારણીય જાહેર કરી તેને રદ્દ કરતો હુકમ કર્યો છે. 158 વર્ષ જૂનાં આ કાયદો તેમ જ સીઆરપીસીની કલમ 198(2) કાયદો પણ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારથી ક્યાંકને ક્યાંક લગ્નેતર સંબંધોનાં કિસ્સાઓ બહાર આવે છે. જોકે, કાયદો રદ્દ થઈ જવાનાં કારણે પુરૂષ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી પણ નથી થઈ શકતી.
આવો જ પતિ, પત્ની ઔર વોનો કિસ્સો રાજકોટનાં પોશ વિસ્તાર ગણાતાં જાગનાથમાં સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટનાં જાગનાથમાં બે દિવસ પહેલાં એક પરણિત પુરૂષ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહ્યો હોવાની માહિતી તેની પત્નીને મળતાં તે મહિલા કોમ્પ્લેક્ષમાં ધસી આવી હતી. અને ભારે હંગામો મચી જવા પામ્યો હતો. ભારે હંગામાનાં કારણે કોમ્પ્લેક્ષ તેમ જ આસપાસનાં લોકો એકઠાં થઈ ગયાં હતાં. પતિને પ્રેમિકા સાથે પકડી લીધા બાદ બે મહિલાઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારીનાં વરવાં દ્રશ્યો પણ સર્જાયા હતાં. અને પોલીસે ઘટનાસ્થળે આવીને મામલો થાળે પાડી પતિને તેની પ્રેમિકા અને પત્ની સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરાલાના એનઆરઆઈ જોસેફ સૈને આ બાબતે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં આઈપીસીની કલમ -497 ના બંધારણીયતાને પડકારવામાં આવી હતી. તેની સુનવણીમાં આ ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળના પાંચ ન્યાયાધીશોના બંધારણના બેંચ દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પતિ તેની પત્નીનો માલિક નથી. પત્નીને સમાનતાનો અધિકાર પણ છે અને જાતીય સ્વાયત્તતા પણ પ્રાપ્ત કરે છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટીસ ખાનવીલકરે તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે લગ્નેતર સંબંધ છૂટાછેડા માટે આધાર હોઇ શકે છે, પરંતુ તે એક ગુનો રહેશે નહીં. જસ્ટીસ ખાનવીલકરએ તેમના ચુકાદામાં કહ્યું હતું કે લગ્નેતર સંબંધો ગુનો નથી, પરંતુ જો પત્ની તેના પતિના વ્યભિચારના કારણે આત્મહત્યા કરે છે. તો પછી આવા કિસ્સામાં પુરાવા રજૂ કર્યા પછી પતિ પર આત્મહત્યા માટે ઉત્સાવવા માટેનો દાવો માંડી શકાશે.