રાજકોટ,તા.04 . ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી તા.૭ નવેમ્બરના ટી-૨૦ જંગ ખેલાશે. ત્યારે આજે બપોરે બંને ટીમો રાજકોટમાં આવી પહોંચી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમોનું આજે બપોરે રાજકોટમાં આવી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. રાજકોટ પહોંચેલી ટીમનું પરંપરાગત રીતે તિલક અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ ૧૦ થી ૧૫ વિવિધ પ્રકારના વેલકમ ડ્રીંકસ આપવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના હેડકોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન રોહિત શર્મા માટે ખાસ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યો છે. ખેલાડીઓનું આગમન થયુ ત્યારે તેઓના હસ્તે જ કેક કાપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેલાડીઓને દાલ એ પાલક, સ્ટીમ રાઈસ, સબ્ઝ દીવાની હાંડી, સેવ ટમેટાનું શાક કપકેક, પાઈનેપલ માઉસ, સહિત ૩૨થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. શ્રી ઉર્વેશ ખેલાડીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જીમ, સ્વીમીંગ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છેટીમ ઈન્ડિયા હોટલ ફોર્ચ્યુનમાં અને બાંગ્લાદેશની ટીમને હોટલ ઈમ્પેરીયલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ટીમ સવારના સેશનમાં અને ભારતની ટીમ બપોરના સેશનમાં નેટપ્રેકટીસ કરશે. ગઈકાલે ભારત હારતા હવે રાજકોટની મેચ જીતવી જરૂરી બની છે. તારીખ પાંચમી નવેમ્બર અને છઠ્ઠી નવેમ્બરના રોજ બાંગ્લાદેશની ટીમ પ્રથમ સેશનમાં સવારે ૧૦ થી ૧ અને ટીમ ઈન્ડિયા બીજા સેશનમાં બપોરે ૨ થી ૫ નેટ પ્રેકટીસ કરશે. ખંઢેરીના મેદાનમાં આ ત્રીજો ટી-૨૦ મુકાબલો છે. ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીત્યુ હતુ જયારે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પરાજય થયેલો. રાજકોટમાં વિરાટ કોહલીની ખોટ દર્શકોને સહન કરવી પડશે. રવિન્દ્ર જાડેજા પણ મેચમાં નથી. રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ.રાહુલ, રિષભ પંત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.