રાજકોટ એરપોર્ટના 200 જમીન કૌભાંડમાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાની ધરપકડ

ચંદ્રકાંત પંડ્યા નિવાસી એધિક કલેકર

ગુજરાતની રૂપાણી સરકારમાં સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ હવે 52 દિવસથી ભાગતાં ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરની અદાલતમાં તેને રજુ કરવામાં આવ્યો છે. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી.

સુરેન્દ્રનગરના ચોટીલામાં કરોડો રૂપિયાની 800 એકર સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના કૌભાંડ બહાર આવતા તંત્રમાં દોડધામ મચી હતી. હીરાસર એરપોર્ટ બનાવવાના પગલે બામણબોર અને જીવાપર ગામની ફાજલ સરકારી જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારા અન્વયે ખાનગી આસામીને ફાળવી દેવામાં આવી હતી. રાજ્ય સરકારે  ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા હતા. જે ગુનામાં ભાગતા ફરતા ચંદ્રકાંતની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા બાદ તેની પૂછપરછ ચાલી રહી છે. તે છેલ્લાં 52 દિવસથી ભગતો ફરતો હતો.

તત્કાલીન નાયબ કલેકટર ચોટીલા વી.ઝેડ.ચૌહાણ તથા તત્કાલીન નિવાસી અઘિક કલેકટર, સુરેન્દ્રનગર ચંદ્રકાંત જી.પંડયાની સંડોવણી પણ બહાર આવી હતી. ઇન્ચાર્જ મામલતદાર ઘાડવીએ બામણબોરની જમીન ફાજલ જાહેર કરીને 528 એકર જમીન અંગે વડી અદાલતન આદેશોનું ખોટું અર્થઘટન કરીને સીલીંગ કેસનો નંબર આપીને ખાનગી ઇસમોના નામે ખોટા સેલડીડના આઘારે દાખલ કરવાના ત્રણ હુકમો કરી દીધા હતા. જ્યાં નજીકમાં જ રાજકોટનું એરપોર્ટ બનવાનું છે.

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદ પર આંતરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. હીરાસર પાસે જમીન સંપાદન અને વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યુ હતું. હીરાસર એરપોર્ટને લગતા તમામ અંતરાયો દુર કર્યાની જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી હતી.

સુરેન્દ્રનગરના કલેકટર દ્વારા આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાવવાનો પ્રથમ કિસ્સો હતો. ખોટા દસ્તાવેજને પુરાવા ઉભા કર્યા અને તેને ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટના હુકમનો ખોટુ અર્થઘટન કરી લાભ ળવનારાઓના જમીન ખાતે ચઢાવી તેઓને ગેરકાયદે લાભ પહોંચાડી રાજ્યસેવક તરીકેનો હોદ્દાનો દૂરઉપયોગ કરીને સરકારને રૂ.3.23 કરોડનું નાણાકીય નુકસાન કર્યો હતો.

ગેરરીતિમાં સંડોવાયેલા આ અધિકારીઓ ચન્દ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેઙ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજરત છે.