બામણબોર ખાતે બની રહેલાં આંતરરા।ટ્રીય હવાઈ મથક પાસેનું જમીન કૌભાંડની તપાસ શરૂ થઈ છે. ચોટીલા તાલુકામાંથી વિભાજીત થઇ રાજકોટમાં ભળેલા બામણબોર તેમજ જીવાપર ગામે રૂ.280 કરોડની 400 એકર જમીન ખાનગી ઠેરવી દેવાના ચોટીલાના તત્કાલીન મામલતદારે આપેલા એક વર્ષ પહેલાંના હુકમને રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઇ પક્ષકારોને નોટીસ કાઢી મુદતે હાજર થવા સમન્સ પાઠવીને મનાઈ હુકમ આપ્યો છે.
જમીન ટોચ મર્યાદા હેઠળ ફાજલ કરવાની જમીન લોકોના ખાતે કરી દીધી હતી..
રામભાઇ નાનભાઇ, રહે.બામણબોરની ખેતીની જમીન ટોચ મર્યાદા ધારાની કલમ-21 નીચે કેસ ચલાવી જમીન ખેતીની નહીં ગણીને ફાજલ જાહેર કરવામાં આવેલ હતી.
સર્વોચ્ચ અદાવતે તમામ પીટીશન્સ કલબ કરી, સુપ્રીમ કોર્ટ દ્વારા વીડ, રોકવાળી, પોત ખરાબા તથા અન્ય પ્રકારની બંજર જમીનને પણ ખેતીની જમીન ગણવા અંગેનો ચુકાદો જાહેર કરી, તમામ પીટીશન્સ ડીસમીસ કરવા હુકમ કરવામાં આવેલ. તેવા સંજોગોમાં 17 વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી કરેલ હુકમની કાર્યવાહી કરી, નામ સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કરેલ છે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા મુજબ બહેનો-દીકરીઓને યુનિટ મળવાપાત્ર નહીં હોવા છતા તેઓને યુનિટ આપી કાયદાકીય અધિકાર બહારનું આચરણ કરેલું છે.
પછી હુકમ મુજબ ફાજલ જમીનની હક્કપત્રકે જે તે વખતે નોંધ પણ દાખલ કરી રેવન્યુ રેકર્ડ ઉપર શ્રી સરકાર તરીકે નામ દાખલ થઇ ચૂકેલી છે.
રાજકોટના નવા એરપોર્ટને અડીને 700 એકર જમીનના તમામ કેસો રાજકોટ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લઈ નોટીસો કાઢી સુનાવણી નક્કી કરી છે. એ.એલ.સી. રેકર્ડસ ઓફ રાઇટસ સહિતના તમામ કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. ચોટીલા તાલુકા મામલતદારે વર્ષ 2017માં 700 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી રીમાન્ડ થઇને આવ્યા બાદ તત્કાલીન ચોટીલા મામલતદારે આ કેસો ચલાવી જે ચુકાદા આપી 700 એકર જમીન ગીરાસદારને આપી દીધી હતી. ચુકાદામાં કોઇ સ્પષ્ટતા એટલે કે એએલસી એકટ તેમજ રેકર્ડસ ઓફ રાઇટસનો ઉલ્લેખ કર્યો નથી. માત્રને માત્ર કેસનું વિવરણ કરીને ગીરાસદારને જમીન આપી દીધી છે. ચુકાદામાં અનેક વિસંગતતા બહાર આવી છે.
હિરાસર એરપોર્ટ નજીકની લગડી જેવી જમીન ખાતે થયા બાદ વેચાણ થયું હતું.
રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક જ બામણબોર અને જીવાપર ગામે ગીરાસદારની 700 એકર જમીન ખેતજમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા કરવાપાત્ર હોવા છતા તત્કાલીન ચોટીલા મામલતદારે સુપ્રીમ કોર્ટમાંથી કેસ રીમાન્ડ થયા બાદ ગીરાસદારના ખાતે જમીન દાખલ કરી હતી. ગીરાસદારને ખાતે થયેલી જમીન બાદ આ જમીન ગીરાસદાર દ્વારા વેચાણ કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે પણ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા નથી.