રાજકોટ પોલીસનો દારૂના અડ્ડાઓ ઉપર મેગા ડ્રાઇવ

રાજકોટ,તા.22 રાજકોટમાં હવે પોલીસે બૂટલગરો સામે કડક હાથ કામગીરી લેવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગે છે. ક્રિષ્ણા વોટરપાર્કમા દારૂની મહેફિલ ઉપરના દરોડા બાદ એક પછી એક દારૂ વેચનાર અને બનાવનારા ઉપર પોલીસ ત્રાટકી રહી છે. રવિવારે  સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પણ  દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. દારૂની બદી વાળા અનેક વિસ્તારોમાં સાગમટે  દરોડા પાડવામાં આવ્યા હતાં. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને જુદાંજુદા દરોડા પાડી માટાપાયે  દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો. તેમજ ૨૦૦ લિટર દારૂ કબ્જે કર્યો છે. અખાધ્ય ગોળના ૧૮ ડબ્બા, પ્લાસ્ટીકની બેગ પાંચ લિટરની ૧૫ કબ્જે કર્યા હતાં. આ ઉપરાંત ત્રણ કેસ દાખલ કરી સિતારામ ધીરુ મકવાણા, ચાંદની વિરૂ સોલંકી અને ગોવિંદ માધુ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. કુલ દારૂ ૨૦૦ લિટર રૂ. ૪ હજારનો કબ્જે કરાયો હતો. પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા તેના દ્રશ્યો જોઇ શકાય છે. દારૂના આથાની જાણે નદીઓ વહી હતી તે પણ જોઇ શકાય છે.