રાજકોટના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક આવેલા નહેરુ નગરમાં રહેતી સુલતાનાબેન કારીયાણીયા 1લી ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વસિમ દલવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુલતાનાબેન કારીયાણીયાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, વસીમ દલવાણી અને તેના એક સાગરીતે સુલતાનાબેનના ઘર પર ફાયરીંગ કર્યું હતુ. પોલીસ જે સમયે આ ઇસમોની શોધખોળ કરી રહી હતી, તે દરમિયાન રાજકોટ ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે, ફાયરીંગ કરનારા બંને ઇસમો ગોંડલ ચોકડી નજીક ફરી રહ્યા છે. બાતમીના કારણે પોલીસે ગોંડલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને જેવા આરોપીઓ રસ્તા પરથી પસાર થયા તેવા આરોપીને પોલીસે દબોચી લીધા. પોલીસે આ બન્ને ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને દેશી તમંચો મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે ગાયકવાડીના વસીમ દલવાણી અને મહેબુબ અઘામની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓના ગુનાહિત ઈતિહાસ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ત્રણ મહિના પહેલા રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પર ધવલના ગેરેજમાં તોડફોડ કરવાના ગુનામાં આ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓએ બંને ઘટનામાં એક જ હથિયારનો ઉપયોગ કર્યો છે કે, નહીં તે જાણવા માટે આરોપી પાસેથી મળેલી કારતૂસને ચકાસણી માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ બાબતે રાજકોટ પોલીસ કમિશનરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં બે ગુનાઓ ડીટેકટ થાય છે. એક આરોપી વસીમ છે તે તેને બે, અઢી મહિના પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે તોડફોડ કરી હતી અને ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ફાયરીંગનો ગુનો ડિટકટ થાય છે. રાજકોટ ક્રાઈમબ્રાંચની આ સફળ કામગીરીના કારણે રાજકોટ પોલીસ કમિશનરે ક્રાઈમબ્રાંચની ટીમને 15 હજાર રૂપીયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતી
English




