રાજપુત વચન આપે પછી તે ફરતો નથી પણ ભાજપ ફરી જાય 

પરંપરાગત રીતે કારડિયા રાજપૂત ભાજપને વોટ આપતા રહ્યા છે. ભાવનગર અને જુનાગઢ લોકસભા બેઠકોમાં આ સમુદાયો નિર્ણાયક સાબિત થઇ શકે છે. ભાજપે કારડીયા રાજપુતોને વચનો આપેલા તે પૂરા થયા નછી. 2017મા રાજપુત નેતા દાનસંગ મોરી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવાની ભાજપ સરકારે ખાતરી આપી હતી. કારણ વિધાનસભાની ચૂંટણી સામે હતી. હવે તે વાત બે વર્ષ થવા છતા કોઈ કાર્યવાહી થઈ નહીં હવે લોકસભાની ચૂંટણી પછી કેસ પાછા ખેચીશું તેવું ગાજર આપી દીધુ છે.

કારડીયા રાજપુત નેતા દાનસંગ મોરી સામે જીતુ વાઘાણીને વાંધો પડતા, દાનસંગ મોરી સહિત બુધેલ ગામ રાજપુત યુવાનો સામે પોલીસ કરી દેવામાં આવ્યા હતા. 2017ના અંતમાં રાજપુતો દ્વારા ઉગ્ર આંદોલન થયુ અને અમીત શાહ સહિત ભાજપે આંદોલન ઠારવા કારડીયા નેતાઓ અને અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા હતા. આખરે કાનભા ગોહીલની હાજરીમાં અમીત શાહે ખાતરી આપી હતી કે તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે પણ 2019 શરૂ થયો છતા પાંચ કેસમાંથી ચાર કેસ ઉભા રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો પછી ભાજપ સરકારે કેસ પાછા ખેચાશે નહીં તેવુ સ્પષ્ટ કરી દેતા રાજપુતો ફરી મેદાનમાં આવી ગયા હતા.

અમીત શાહ અને જીતુ વાઘાણીએ રાજપુત આંદોલન શરૂ થાય અને તેનું નેતૃત્વ કોઈ કોંગ્રેસ નેતાના હાથમાં જતુ રહે નહીં, તે માટે કાનભા ગોહીલ અને નરેન્દ્ર અસવાર જોવા પોતાના માનીતા નેતાઓને આગળ કરી કારડીયા રાજપુતોની આગેવાની લેવા જણાવ્યુ હતું, તાતેજરમાં બુધેલ ગામમાં મળેલી બેઠકમાં કાનભા સહિત તમામ નેતાઓએ ભાજપની યશગાથાની વાતો કરી અમારે વાત થઈ ગઈ છે કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું, જો કે હાલમાં આચારસંહિતા ચાલુ હોવાને કારણે કેસ પાછા ખેંચી શકાય તેમ નથી ચૂંટણી પછી કેસ પાછા ખેંચી લઈશુ તેમ જણાવ્યુ હતું.

હવે સ્થિતિ એવી છે કે ભાજપ સાથે સંકળાયેલા કારડીયા નેતાઓ એક તરફ સરકારને રાજપુતો નારાજ છે તેમ જણાવી ડરાવી પોતાના કામ કરાવી રહ્યા છે, બીજી તરફ દાનસંગ સહિત નેતાઓ સરકાર માની ગઈ છે તેમ જણાવી આંદોલનને રોકી રહ્યા છે. દાનસંગે પોતાના નેતાઓ અને ભાજપ ઉપર ભરોસો કરવાની ભુલ એક વખત કરી છે પણ આ નેતાઓ દાનસંગ સહિત સમગ્ર સમાજને મૂર્ખ બનાવી રહ્યા છે તેવી સમજ હવે રાજપુત સમાજને આવી ગઈ છે જો કે લોકસભા ચૂંટણી પછી દાનસંગને દગો આપવાની છે તે બહુ જ સ્પષ્ટ છે. અગાઉ તમામ સમાજ સાથે ભાજપે આવું કર્યું છે.

લોકસભાની ચૂંટણીઓના બરાબર પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કારડિયા રાજપુત ભાજપ વિરુદ્ધ તેનું શક્તિ પ્રદર્શન બતાવવાની તૈયારી કરી રહ્યા છે. કારડિયા રાજપૂતોનું કહેવું છે કે ભાજપ દ્વારા 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને જે વચન આપ્યા હતા. તે પૂરા કરવામાં આવ્યા નથી. જેના કારણે તેઓ પ્રદર્શન માટે મજબુર થઇ રહ્યા છે.

કારડિયા રાજપૂત ઓબીસી સમુદાય સાથે સંબંધ રાખે છે. 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, સમુદાયના લોકોએ તે સમયે એકત્રિત થઇ ગયા હતા, જ્યારે જમીનના મુદ્દાને લીધે ભાવનગર નજીક બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેઓને હેરાન કરવામાં આવ્યા. કથિત રીતે તેના આદેશ ગુજરાત બીજેપી વડા જીતુ વાઘાણીને આપવામાં આવ્યા હતા.

આ સતામણી સામે કારડિયા સમુદાયના લોકોએ સમગ્ર રાજ્યમાં પ્રદર્શન કર્યું. જો કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને સૌરાષ્ટ્રના કરાડિયા સમુદાયથી આવનારા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તક્ષેપ પછી પ્રદર્શનો રોકવામાં આવ્યા,.

45 વર્ષીય દાનસિંહ મોરીએ ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું, “ભાજપના પ્રમુખ અમિત શાહ અને અન્ય ભાજપના નેતાઓ સાથેની મીટિંગ દરમિયાન અમને ખાતરી આપવામાં આવી હતી કે મારા વિરુદ્ધ દાખલ કરાયેલા પોલીસ કેસ પાછો ખેંચી લેવામાં આવશે અને અમે પ્રદર્શન પાછુ ખેંચીને બીજેપીનું સમર્થન કરીશું.પરંતુ ખાતરી આપ્યા પછી પણ બે વર્ષ પછી પણ કોઈ કેસ પાછો લેવામાં આવ્યો નહોતો, મારા વિરુદ્ધ નવા કેસ નોંધાયા છે અને મારા પરિવારના સતાવણી જારી છે. ભાજપને પાઠ શીખવવા માટે, સમુદાયના સભ્યોએ મોટા પાયે કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. ”

દાનસિંહ મોરી કહે છે, “ભાવનગરમાં આગામી અઠવાડિયે સમુદાયના સભ્યોની બેઠક થશે જેમાં ભાજપ સામે પગલાં લેવાની યોજના ધ્યાનમાં લેવામાં આવશે. અમે આગામી અઠવાડિયે પ્રદર્શનની તારીખની જાહેરાત કરીશું.”

2014 માં વજુભાઇ વાળા કર્ણાટકના રાજ્યપાલ બન્યાં પછી કારડિયા રાજપૂત રાજકીય જમીન શોધી રહ્યા છે. વજુભાઇ વાળા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા હતા, જે 1998 થી 2012 સુધી મહત્વપૂર્ણ ફાઇનેંસ પોર્ટફોલિયો પર રહ્યા. વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી, વજુભાઈ મુખ્યમંત્રી બનવાની સ્પર્ધામાં સામેલ હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પદને સોંપીને, વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

વજુભાઈ વાળાના ગુજરાતના રાજકીય પરિદ્દશ્યથી બહાર થયા પછી, કારડિયા સમુદાયને રાજકીય વિસ્તરણનો સમય પસાર કરવો પડશે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં, વિધાનસભા સમુદાયના એક સભ્યને પસંદ કરીને ત્યાં સુધી કરાડિયા સમુદાયના જે નેતાઓને બીજેપીના ટીકીટ પર પણ ચૂંટણી લગી રહ્યા હતા તે ચુંટણી હારી ગયા.