રાજપુર પાટિયા પાસે જુગારધામમાંથી નિવૃત્ત જમાદાર, પોલીસકર્મી સહીત 13 જુગારી ઝડપાયા

મહેસાણા, તા.૨૫

ગાંધીનગર મોનીટરીગ સેલે બાતમીના આધારે કડીના રાજપુર પાટીયા સામે ભમરીયાપુરા રેઇનબો પેર મીલની પાછળ આવેલા વીનુજી ઠાકોરના ખેતરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી રોકડ રૂ. 48470 સાથે 13 જુગારી ઝડપ્યા હતા. પોલીસ રેડમા નિવૃત જમાદાર અને પોલીસકર્મી પણ હાથમા આવી જતા સમગ્ર જુગારનો મામલો પોલીસ બેડામા ચર્ચાસ્પદ બન્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ.એન.રામાણી અને સ્ટાફના માણસોએ એસઆરપીને સાથે રાખીને બુધવારે રાત્રે રેઇનબો પેરમીલની પાછળ મુસ્તુફામીયા ઉર્ફે મુસા યાકુબમીયા કુરેશી અને યુસુફમીયા ઉર્ફે ઉચે હૈદરમીયા કુરેશી બહારથી માણસો બોલાવીને વીનુજીના ખેતરમા રમાડાતા જુગારધામ પર રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ચારે બાજુથી કોર્ડન કરીને 13 જુગારીઓને ઝડપ્યા હતા. જ્યારે 6 જુગારીઓ ખુલ્લા ખેતરમાંથી નાસી ગયા હતા. પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 48470 અને બે બાઇક તેમજ કોઇન કબ્જે કર્યા હતા.

ઝડપાયેલા જુગારીઓમાં ઇજુમીયા અકબરમીયા કુરેશી રહે.રાજપુર, રાજુભાઇ અમૃતભાઇ રામી રહે.છઠીયારણા તા.મહેસાણા, જાકીરહુસેન આલમભાઇ ચૌહાણ રહે.કલોલ, માધવસિંહ કાળુસિંહ સોલંકી રહે.મગુના, રેવાભાઇ ધુળાભાઇ પરમાર રહે.અમદાવાદ, રફીકભાઇ મહંમદભાઇ મનસુરી રહે.અમદાવાદ, ભરત આયનદાસ સિંધી રહે.કડી, મહિપતસિંહ રામસિંહ પરમાર રહે.ગાંધીનગર, રાકેશ ચીનુભાઇ દેસાઇ રહે.અમદાવાદ, સતીષસિંહ દશરથસિંહ રાઠોડ રહે.પેથાપુર તા.ગાંધીનગર, હાજી દાવલભાઇ વોરા રહે.અમદાવાદ, પ્રહલાદસિંહ વદનસિંહ ઝાલા રહે.બહુચરાજી, બાબુભાઇ શંકરભાઇ રાઠોડ રહે.કડી, મુસ્તુફામીયા ઉર્ફે મુસા યાકુબમીયા કુરેશી રહે.રાજપુર (વોન્ટેડ) યુસુફમીયા ઉર્ફે ઉચે હૈદરમીયા કુરેશી (વોન્ટેડ)નો સમાવેશ થાય છે.