અમદાવાદ,તા:૧૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦ શાળાઓમાં તો ધો.૧૨ના વર્ગો બે વર્ષથી મંજૂરી વગર ચાલે છે.
રાજયની 150 શાળાઓને ધો.12ની મંજુરી નથી
ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ગત જૂન-૨૦૧૮માં ધો.૧૧ની મંજૂરી મળી હોય તેવી અંદાજે ૫૦ જેટલી શાળાઓ માટે ધો.૧૨ની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવા માટેની હજુસુધી જાહેરાત જ કરવામાં આવી નથી. નથી. જેના કારણે હાલમાં ૫૦ શાળાઓ હાલમાં મંજૂરી વગર જ ચાલી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જૂન-૨૦૧૭માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓ પૈકી ૧૦૦ જેટલી શાળાઓ એવી છે કે જેમને હજુ સુધી ધો.૧૨ની મંજૂરી ન હોવાથી બે વર્ષથી મંજૂરી વગર જ ચાલી રહી છે. આમ, હાલમાં રાજ્યમાં ૧૫૦ જેટલી શાળાઓ ધો.૧૨ની મંજૂરી વગર જ ચાલી રહી છે.
શાળાઓને ક્રમિક મંજુરી આપવા શિક્ષણમંત્રીને પત્ર
ગતવર્ષે એટલે કે ભૂતકાળમાં પણ ૨૦૧૭માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓ બાદ ધો.૧૨ની મંજૂરી આપવામાં આવી ન હોવાથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આવી ત્યારે ૧૦૦ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ કિસ્સામાં અલગથી ફોર્મ ભરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ૧૦૦ શાળાઓ અને જૂન-૨૦૧૮માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓમાં ધો.૧૨ના ક્રમિક વર્ગની દરખાસ્ત માટેની જાહેરાત ન આવવાના કારણે ધો.૧૨ની મંજૂરી વગર જ શાળાઓ ચલાવવાની ફરજ પડી છે. આ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભાવિષ્ય સાથે ચેંડા ન થાય તે માટે જૂન-૨૦૧૮થી ધો.૧૨ ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવાની જાહેરાત રાજ્યના વિદ્યાર્થીઓના લાભાર્થે ક્રમિક વર્ગો મંજૂર કરવામાં આવે તે માટે તાજેતરમાં બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
ગુજરાતી
English




