રાજસ્થાનથી ઊંચા ભાવે દૂધ ખરીદ કરતાં દૂધસાગર ડેરી આર્થિક કટોકટીમાં

રાજસ્થાનથી દૂધ ન ખરીદવાની મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મહેસાણા દૂધ સાગર ડેરીને આદેશ આપ્યો હોવા છતાં ખરીદી કરતું હોવાથી ફેડરેશને તેમનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. એવો આરોપ અગાઉ મૂકવામાં આવ્યો હતો. હવે ફેડરેશન પૈસા આપતું નથી એવો આરોપ મૂક્યો છે. સંચાલકોએ ધરણા કરવાની ધમકી ફેડરેશનને આપી છે.

મિલ્ક ફેડરેશન રોજ રૂ.10 કરોડનું દૂધની ખરીદી કરે છે. જેની સામે રૂ.2 કરોડ ચૂકવે છે. 31 માર્ચ 2019માં રૂ.347 કરોડ ફેડરેશન પાસે લેવાના નીકળે છે. ડેરીની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે. સમયસર નાણાં ચૂકવી શકાતા નથી એવું ડેરી પોતે કબૂલી રહી છે. સિવિલ કોન્ટ્રાકટરોને બે મહિનાથી પેમેન્ટ આપી શકતા નથી.

લોનના કારણે વર્ષે રૂ.40 કરોડનું વ્યાજ ભરવું પડી રહ્યું છે.  દૂધ સાગર ઉપાધ્યક્ષ મોંઘજી ચૌધરીએ મિલ્ક ફેડરેશનને ચીમકી ઉચ્ચારી છે. 4 દિવસમાં પશુપાલકો અને ડેરીના સંચાલકો સાથે ફેડરેશન સામે ધરણા કરવામાં આવશે.

દૂધ સાગર ડેરી ના સંચાલકો દ્વારા દૂધ ઉત્પાદકોને દૂધનો ભાવવધારો કરવા કરતાં હોબાળો કરવામાં રસ વધુ છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા હોવા છતાં બનાસડેરી જૂની તારીખનો ભાવ વધારો આપી દીધો હતો. જ્યારે મહેસાણાએ આચાર સંહિતા લાગું પડી ગયા બાદ દૂધનો ભાવ વાધારો જાહેર કરતાં પંચે તેમ ન કરવાનું કહ્યું હતું. તેથી મહેસાણાના પશુ પાલકોને દૂધનો ભાવ વધારો મળતો નથી.

દૂધ સાગર ડેરીના અણઘડ વહીવટના કારણે દૂધ પાવડરમાં રૂ.218 કરોડ અને માખણમાં રૂ.64 કરોડનું નુકસાન થયું છે. દૂધસાગર ડેરીએ 2017-18માં રાજસ્થાનથી રોજ 8.54 લાખ લીટર અને વર્ષે 31.16 કરોડ લીટર દૂધ ખરીદી કર્યું હતું. જે આજે પણ ખરીદી થાય છે. રાજ્ય બહાર મહેસાણાના પશુપાલકો કરતાં પણ વધારે ભાવે દૂધ ખરીદવું નહી એવું ફેડરેશને સ્પષ્ટ કહી દીધું છે. તેમ છતાં કોઈકના ફાયદા માટે ઊંચા ભાવે દૂધ ખરીદવામાં આવી રહ્યું છે. તેથી ફેડરેશને રૂ.164 કરોડના નુકસાનીની નોટિસ આપી છે. જે એક લીટરે રૂ.2ની પેનલ્ટી ગણી છે.

પોતાની ભૂલ છૂપાવવા માટે હવે સંચાલકો ધરણા કરવાનું નાટક કરશે.

રાજસ્થાનથી દૂધ ખરીદવામાં આવતું હોવાથી દૂધ સાગર ડેરીમાં 25 હજાર ટન દૂધ પાઉડરનો ભરાવો થયો છે અને 9 હજાર ટન માખણનો ભરાવો થઈ ગયો છે. તે વેંચવા કાઢતાં ભાવ તળીયે જતાં રહ્યાં છે. પાઉડરનો ભાવ રૂ.220 હતો તે તૂટીને રૂ.150 થઈ ગયો છે. જ્યારે માખણનો ભાવ રૂ.330 હતો તે તૂટીને રૂ.240 થઈ ગયો હતો. 2017-18માં રાજસ્થાનથી દૂધ ખરીદવાના કારણે પાઉડર અને માખણમાં રૂ.282 કરોડનું નુકસાન થયું છે.

હવે દૂધસાગર ડેરી દ્વારા ચોર કોટવાલને દંડે તે રીતે સુપરવાઇઝરો દ્વારા જીલ્લાના ગામડાની સભ્ય મંડળીઓના મંત્રીઓ પાસે બારોબાર ફેડરેશન વિરુદ્ધ આ નુકસાનીની વસુલાત કરવાના ઠરાવો કરાવે છે. હવે ધરણા કરશે.