રાજુલા – જાફરાબાદને સરકારનો અન્યાય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી અને રાજુલા-જાફરાબાદ વિસ્‍તારનાં કોંગી અગ્રણી બાબુભાઈ રામે એક નિવેદનમાં ભાજપ સરકાર રાજુલા-જાફરાબાદને વિકાસકાર્યોમાં અન્‍યાય કરતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરેલ છે. અમરેલી જિલ્‍લાનાં અન્‍ય વિસ્‍તારોમાં માર્ગો, પુલો બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે પણ અકળ કારણોસર રાજુલા-જાફરાબાદને જ અન્‍યાય કરવામાં આવી રહૃાો છે. તેમ તેમણે જણાવ્યું હતું. હિંડોરણાનો પુલ અતિ બિસ્‍માર બની ગયો છે. સેંકડો માર્ગ સાંકડા અને બિસ્‍માર બની ગયા છે. વાહનચાલકોમાં પણ બિસ્‍માર માર્ગોને લઈને નારાજગીનો માહોલ ઉભો થયો છે. રાજુલા-જાફરાબાદને અન્‍યાય કરવાનું બંધ નહી કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં સમગ્ર પંથકનાં મતદારો ભાજપ વિરૂઘ્‍ધ જબ્‍બરૂ મતદાન કરવા તલપાપડ થઈ રહૃાા છે