રાજયનાં ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભુમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગર ખાતે ૭ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૧૭૩ મી.મી એટલે કે સાત ઇંચ, જોડીયામાં ૧૪૬ મી.મી, કચ્છનાં માંડવી તાલુકામાં ૧૩૭ મી.મી, કપરાડામાં ૧૨૧ મી.મી, તથા ખંભાળીયામાં ૧૧૬ મી.મી, ઓલપાડમાં ૧૧૦ મી.મી અને ધ્રોલમાં ૧૦૯ મી.મી મળીને સાત તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના કુલ ૩૧ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં કામરેજ, વાપી, વઘઇ, માંગરોળ(સુરત), સુરત શહેર, હાંસોટ, મુંદ્રા, અબડાસા, માંડવી(સુરત), ઉમરપાડા, ચોર્યાસી, અંજાર, બારડોલી, લખપત, પોરબંદર, વાંસદા, સુબિર, નખત્રાણા, વ્યારા, ઉમરગામ, સોનગઢ, ઉચ્છલ, વલસાડ, માંગરોળ(જુનાગઢ), વિસાવદર, ધરમપુર, પલસાણા, ભેંસણ, નેત્રંગ, સુત્રાપાડા અને ડોલવણ તાલુકાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજ્યનાં ૨૬ તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.