રાજ્યના 12 જીએએસ કેડરના અધિકારીને આઈએએસ તરીકે બઢતી

અમદાવાદ, તા. ૨૩.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 12 જીએએસ કેડરના અધિકારીઓને દિવાળી ભેટ સ્વરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. 12 જીએએસ અધિકારીઓની આઇએએસ તરીકે પસંદગી કરીને તેમને બઢતી આપવામાં આવી છે. આ 12 અધિકારીઓને આઇએએસ તરીકેની બઢતીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ગુજરાતના ગેસ કેડરના 12 અધિકારીઓની આઇએએસ માટે પસંદગી કરી છે અને તેમને આઇએએસ અધિકારી તરીકે બહાલી આપવામાં આવી છે. આ ૧૨ અધિકારીઓમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર અધિકારીનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અધિકારીઓને તેમની બઢતીના આદેશો જાહેર કરશે. આ બઢતીની સાથોસાથ આ તમામ ૧૨ અધિકારીની આઇએએસ કેડરના અધિકારીનાં પદ બદલી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા આઇએએસ માટે પસંદગી પામેલા અધિકારીઓમાં નીચેના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

આ અધિકારીને જીએએસમાંથી આઇએએસ તરીકે બઢતી મળી

બી.જી. પ્રજાપતિ, ડી.ડી. કાપડિયા, ડી.એ. શાહ, કે.એલ. બચાણી, કે.એન. શાહ, ટી.વાય. ભટ્ટ, જી.એસ. પરમાર, એમ.એન. ગઢવી, એન.એ. નિનામા, એચ.જે. દેસાઈ, આર.કે. મહેતા, કે.ડી. લાખાણીનો સમાવેશ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા આ તમામ અધિકારીને દિવાળી પહેલાં બઢતી આપવામાં અપાઈ છે. તેથી તેવું મનાઈ રહ્યું છે કે, તેમને એક પ્રકારે દિવાળી ભેટ આપવામાં આવી છે.