રાજ્યપાલ ચાલતાં નિકળ્યા, મુખ્ય પ્રધાન ચૂંટણીમાં મતની ભીખ માંગવા સાઈકલ લઈને નિકળે છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટ શહેરની મુલાકાતે 21 ડિસેમ્બર 2019ના રોજ એક કાર્યક્રમમાં ગયા હતા. ત્લાયારે તેઓ ઓખાજીરોડથી રાષ્ટ્રપિતા મહાત્માગાંધીના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લેવા ચાલીને ગયા હતા. રાજ્યપાલ લોકોની વચ્ચે રહેવા ચાલતાં જઈ શકે છે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ ચાલતાં અથવા સાઈકલ લઈને નીકળે છે.

આચાર્ય દેવવ્રતજીએ લાખાજીરોડથી કબા ગાંધીના ડેલા સુધી પગપાળા ચાલીને શહેરીજનો સાથે વાતચીત કરી હતી તેમજ વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાજ્યપાલનું સન્માન કરાયું હતું, કબાગાંધીના ડેલાની મુલાકાત લીધી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના તસવીરને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ગાંધીજી વિશેના પ્રદર્શનને નિહાળ્યું હતું. રાજ્યપાલે મુલાકાતીઓની નોંધ પોથીમાં પોતાનો અભિપ્રાય નોધ્યો હતો.

તેઓ અવારનવાર લોકોને મળવા માટે ચાલતાં જાય છે. 28 નવેમ્બર 2019ના દિવસે સરદાર પટેલના જન્મ દિવસે  રાજયપાલ આચાર્ય દેવવ્રત નડીયાદનાં દાંડી માર્ગ પર ચાલતાં ફરી આમ જનતાને મળ્યા હતા.

ગાડી થંભાવી પગપાળા ચાલવાનું શરૂ કરી વેપારીઓ, ફેરીયાઓ, રાહદારીઓ અને આમ જનતાને મળી ખબર અંતર પુછયા હતા.

નિતીન પટેલ

રૂપાણી

ગઈ ચૂંટણીમાં મત મેળવવા માટે રૂપાણી રાજકોટમાં પગપાળા તો ન નિકળ્યા પણ સાઈકલ લઈને બજારમાં નિકળ્યા હતા. ત્યારે તેમની ભારે પ્રસિદ્ધિ માધ્યોમોના માલિકો દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અથવા પ્રસિદ્ધિ મેળવવાની હોય અને માધ્યમોમાં ચમકવું હોય ત્યારે જ ચાલતાં નિકળે છે અથવા સાઈકલ કે મોટર સાઈકલ પર સવારી કરે છે. પણ રાજ્યપાલ લોકોની વેદના જાણવા બધાની વચ્ચે ચાલ્યા હતા.

રાજકોટના લોકોએ આ દ્રશ્ય જોઈને કહ્યું હતું કે, પેટ્રોલ એટલું મોંઘું થઈ ગયું છે કે, હવે સાઈકલ લઈને કે પછી રાજ્યપાલની જેમ ચાલતાં જવું પડશે. પછી મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધતાં લોકોએ તે ફોટો સોશિયલ મીડીયા પર વાયરલ કર્યો હતો.

મુખ્ય પ્રધાન બની ગયા બાદ તેઓ આ રીતે આમ જનતાને શેરીઓમાં મળવા ક્યારેય ગયા નથી. મતની જરૂર હોય ત્યારે અવશ્ય જાય છે. બાકી તેઓ પ્લેનમાંથી ઉતરીને કાર સુધી ચાલતાં જાય છે. ગાંધીનગરના બંગલાથી સ્વર્ણિમ સંકુલ પોતાની કચેરીએ જવા ગાડીનો જ ઉપયોગ કરે છે. દિલ્હી કે ગુજરાતમાં ક્યાંય પણ જવું હોય તો હેલીકોપ્ટરનો ઉપયોગ કરે છે.

વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાઈકલ પર નિકળ્યા ત્યારે તમામ ટીવી ચેનલ પર મોટા સમાચારો ચમકાવવામાં આવ્યા હતા.